26 મી જાન્યુઆરી તહેવારને ધ્યાનમાં રાખીને રાજુલા નગરપાલિકા દ્વારા શહેરની મૂર્તિ પ્રતિમાઓને સ્વચ્છ કરાઈ
ધારાસભ્ય અંબરીષભાઈ ડેર તેમજ રાજુલા નગરપાલિકાના પ્રમુખ.ઘનશ્યામભાઈ લાખનોત્રા ના માર્ગદર્શન નીચે રાજુલા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ-ર૦૨૧ તથા ૨૬ જાન્યુઆરી અંતર્ગત લોક જાગ્રૃતી અને સ્વચ્છતાની કામગીરી અંતર્ગત રાજુલા નગરપાલિકા દ્વારા શહેરમા આવેલ જાહેર મૂર્તિ પ્રતિમાઓની સાફ સફાઈ કરવામાં આવેલ જેમા રાજુલા ની ઓળખ સમા મોહન ટાવર,હોસ્પિટલ ચોક ,અખાડા સામે જી પી પી એલ નું સર્કલ, આંબેડકર સર્કલ,રાજુલા ની શાન શ્રી કૃષ્ણ પ્રવેશદ્વાર ની સ્વચ્છ પાણી થી સફાઈ કરવામાં આવેલ જેમાં રાજુલા નગરપાલિકા ની ટિમ સેનિટેશન ક્લાર્ક શ્રી.મનુભાઈ ધાખડા, Mis/it Expert-SBM, તેમજ SI. દિપક ચૌહાણ,ફાયર ડાઈવર મનુભાઈ કોટીલા,ફાયર મેન જયભાઈ પરમાર સહિત ના કર્મચારીઓ એ સાફ સફાઈ કરી.
Recent Comments