ગુજરાત

અમદાવાદ ડિવિઝન પર નક્કી કરેલ સમયગાળા દરમિયાન વિવિધ સ્ટેશનો પર ૨૬૨ ટ્રેનોના સમય પ્રીપોન કરવામાં આવ્યા

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં આગામી ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે. આ વખતે અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી ૯૫ ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે. સાથે જ ૪૮ ટ્રેનોના મુસાફરીમાં લાગતો સમયમાં ૦૫ મિનિટથી લઇને ૬૫ મિનિટ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ટ્રેનોની સ્પીડ વધવાના પરિણામે પેસેન્જર ટ્રેનોના ઓપરેટિંગ સમયમાં ઘટાડો થયો છે.

મુસાફરોને આનો સંપૂર્ણ લાભ મળશે અને તેઓ તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં સમયની બચત થશે. અમદાવાદ ડિવિઝન પર આ સમયગાળા દરમિયાન વિવિધ સ્ટેશનો પર ૨૬૨ ટ્રેનોના સમય પ્રીપોન કરવામાં આવ્યા છે, જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતાં ૫ મિનિટથી ૪૫ મિનિટ વહેલા પહોંચશે. એ જ રીતે, ૫૫ ટ્રેનોના સમય પોસ્ટપોન રાખવામાં આવ્યા હતા જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતા ૫ મિનિટથી ૪૦ મિનિટ મોડી પહોંચશે.

અમદાવાદ ડિવિઝનના અમદાવાદ, સાબરમતી, મણિનગર, મહેસાણા, પાલનપુર, પાટણ, ભીલડી, ઊંઝા, સિદ્ધપુર, ગાંધીનગર, કલોલ, વિરમગામ, ગાંધીધામ, હિંમતનગર, હળવદ, ધ્રાંગધ્રા, સામાખ્યાલી, ભુજ સહિત અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે. જેમાં આ ટ્રેનો તેના વર્તમાન નિર્ધારિત સમયથી પહેલા કે પછી પહોંચશે. જેમાંથી કેટલીક મહત્વપૂર્ણ ટ્રેનોની વિગતો નીચે આપેલ છે.

પ્રારંભિક સ્ટેશનથી સમયથી પહેલા ઉપડનારી ટ્રેનોમાં – ટ્રેન નંબર ૧૯૨૨૩ ગાંધીનગર કેપિટલ – જમ્મુતવી ગાંધીનગરથી ૧૧.૨૦ કલાકને બદલે ૧૧.૦૦ કલાકે ઉપડશે. – ટ્રેન નંબર ૦૯૪૦૨ હિંમતનગર – અસારવા મેમુ હિંમતનગરથી ૦૬.૨૦ કલાકને બદલે ૦૬.૧૦ કલાકે ઉપડશે. – ટ્રેન નંબર ૦૯૪૦૧ અસારવા-હિંમતનગર મેમુ અસારવાથી ૧૯.૨૫ કલાકને બદલે ૧૯.૨૦ કલાકે ઉપડશે.

Related Posts