ગુજરાત

હરિયાણાના ૨૭ યુવાનો અંતર રાજ્ય યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરની મુલાકાત લેશે

યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અને માય ભારત ગાંધીનગર દ્વારા તારીખ ૧૫મી ફેબ્રુઅરીથી ૧૯મી ફેબ્રુઅરી સુધી અંતર રાજ્ય યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ કાર્યક્રમાં હરિયાણા રાજ્યના કુલ ૫ જિલ્લાઓ ફરીદાબાદ, જીંદ, રોહતક , પાનીપત અને ભિવાનીના ૨૭ યુવાનો ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન યુવાનોને ગુજરાત રાજ્યની કળા, સંસ્કૃતિ, ખાનપાન , રહન-સહન અને ભાષાની માહિતી આપવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર જિલ્લાના વિવિધ પ્રસિદ્ધ એતિહાસિક, શેક્ષણિક સ્થળોની મુલાકાત લેવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારીશ્રી કચેરી નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અને માય ભારત ગાંધીનગર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Follow Me:

Related Posts