ગુજરાત

28 વર્ષથી શાસનમાં કોંગ્રેસ નથી જેમ માછલી પાણી વગર તરફડે તેમ સત્તા વગર તરફડે છે – વાઘાણી

ગૃહમાં પેપર લિક મામલે અને યુવાનોને રોજગારી અપાવવા મામલે કોંગ્રેસ દ્વારા ગૃહની અંદર વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે કોંગ્રેસના હોબાળાને લઈને અને વિરોધ કરવાની રીતને ધ્યાનમાં રાખી જીતુ વાઘાણી અે કહ્યું કે, 28 વર્ષથી શાસનમાં કોંગ્રેસ નથી જેમ માછલી પાણી વગર તરફડે તેમ સત્તા વગર તરફડે છે.

તેમને વધુમાં કહ્યું કે, કોંગ્રેસની બે ધારી નિતી બે બોલ અને અને બે ચાલ, 28 વર્ષથી શાસનમાં નથી માછલી પાણી વગર તરફડે છે તેમ સત્તા વગર તરફડે છે. 2022માં તેમને આવવા દેવા માટે પ્રજા માનતી નથી.
તળીયુ અને ધરતી ગુમાવી દીધું છે કેમ કે, ધરતી પર રહીને તેમને કામ કરવુ નથી કોંગ્રેસના આગેવાનો નેતાની ધરતી રહી નથી અને મીડીયામાં ચર્ચામાં રહેવા માટે આ કામ કરે છે. પ્રજાને ધરતી પરથી ઉપાડી લીધા છે. ત્યારે માત્ર હવામાં હવાતિયા મારતા હોય અ પ્રકારનું દ્રશ્ય આજે જોવા મળ્યું છે. 

પોલીસ અેની વ્યવસ્થાનું કામ કરે છે કાયદાને ધ્યાનમાં રાખી એક સમયે મે પણ વિપક્ષમાં હોવાથી મારર કેવી રીતે મારતા એ મે ખાધેલું છે. કાયદો જાળવવાની જાળવવી એ પોલીસનો અધિકાર છે. કાયદો કાયદાની સ્થિતિમાં કરે છે. ટ્વિસ્ટ કરીને કોંગ્રેસ વાત કરે છે. આ ઘટનાના તપાસ કરવાની વાત સીએમ એ ગૃહની અંદર વાત કરી હતી. 

Related Posts