ગુજરાત

29 મેના રોજ નડિયાદ આવી રહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહને આવકારવા પૂરજોશમાં તૈયારી શરૂ મુખ્ય દંડક, IG, SPની સ્થળ મુલાકાત, કરોડોના કામોનું લોકાર્પણ કરશે

29 મેના રોજ નડિયાદ આવી રહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહને આવકારવા પૂરજોશમાં તૈયારી શરૂ મુખ્ય દંડક, IG, SPની સ્થળ મુલાકાત, કરોડોના કામોનું લોકાર્પણ કરશે આગામી તા.29 મેના રોજ કેન્દ્રીય સહકાર અને ગૃહમંત્રી અમિત શાહ નડિયાદની મુલાકાતે આવી રહ્યા છે. શહેરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 50 હજાર કરતા વધુ માણસોની જનમેદનીને તેઓ સંબોધન કરવાના છે. ત્યારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવાઈ છે. નડિયાદ હેલીપેડ ખાતે યોજાનાર કાર્યક્રમમાં અમિત શાહ દ્વારા રૂ.23,500 લાખના વિકાસના કામોના લોકાર્પણ થનાર છે. જેમાં રાજ્યના પોલીસ વિભાગના રહેણાંક અને બિન રહેણાંક મકાનના એક જ સ્થળે થી લોકાર્પણ થશે. સભા સ્થળ પર મંડપ બાંધવાની કામગીરી થી લઇ શહેરમાં મોટા બેનરો લાગવાના શરૂ થઈ ગયા છે. મોટી સંખ્યામાં લોકો સભા સ્થળ પર પહોંચે તે માટે ઇ-પ્રચરાના ભાગરૂપે ફોન દ્વારા લોકોને આમંત્રણ મળે તે મુજબનું આયોજન જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. નડિયાદ કમલમ ખાતે યોજાયેલ મિટિંગમાં કાર્યકરો અને હોદ્દારોને તેમના વિસ્તારમાં થી મોટી સંખ્યામાં લોકો સાથે સભા સ્થળ પર પહોંચે તે માટે સુચનો કરવામાં આવ્યા છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે જુદા જુદા હોદ્દેદારોને જુદી જુદી જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાને અનુસંધાને જિલ્લા હેડક્વાટર ખાતે મિટીંગ યોજાઇ કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અધિકારીઓની મંગળવારે મિટીંગ યોજાઈ હતી. અંદાજીત 50 હજારથી વધુ લોકો હાજર રહેવાનું સેવાઈ રહ્યું છે. જેને પગલે 1500થી 1700 જેટલા પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં ઉભા કરાનાર છે. રેન્જ આઈ.જી.ના માર્ગદર્શન હેઠળ 5 એસ.પી, 15 ડીવાયએસપી અને 35થી વધુ પી.આઇ કક્ષાના અધિકારીઓને સુરક્ષા વ્યવસ્થામાં હાજર રખાશે. – વી.આર.બાજપાઈ, ડીવાયએસપી, નડિયાદ

Related Posts