ગુજરાતમાં NFSA હેઠળ ૩.૭૨ કરોડ લાભાથીઆર્ેને મળી રહ્યો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના: ૭૬ લાખથી વધુ અન્ન સલામતી કાયદા હેઠળના કુટુંબોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડી રહી છે ગુજરાત સરકારઅંત્યોદય કુટુંબોને વિનામૂલ્યે ખાદ્યાન્ન પૂરું પાડવાના ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૨૦૨૦માં શરૂ કરી હતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ગરીબો અને વંચિતોના વિકાસ માટે અનેક લોક કલ્યાણ યોજનાઓ શરુ કરી છે. આજથી પાંચ વર્ષ પહેલાં વડાપ્રધાનશ્રીએ અંત્યોદય કુટુંબોને ટેકો આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત કરી હતી, જે અનેક લોકો માટે વરદાન સાબિત થઈ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે આ યોજનાનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કર્યું છે. ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૪માં ૨૧.૯૧ લાખ મે. ટન અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે, જેની અંદાજિત બજાર કિંમત ?૭૫૨૯ કરોડ રૂપિયા છે.
અંત્યોદય કુટુંબો માટે વરદાન બની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીના કપરા સમયગાળામાં ગરીબ પરિવારોને વિનામૂલ્યે અનાજ પૂરું પડવાના હેતુથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (ઁસ્ય્દ્ભછરૂ) શરુ કરી હતી. જાેકે, જરૂરિયાતમંદ પરિવારોનો નાણાંકીય બોજાે ઓછો થાય અને તેમને અન્ન વિતરણનો મહત્તમ લાભ મળે એ સુનિશ્ચિત કરવા માટે આ યોજનાને હવે ડિસેમ્બર ૨૦૨૮ સુધી લંબાવવામાં આવી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ (દ્ગહ્લજીછ) હેઠળ સમાવિષ્ટ અંત્યોદય કુટુંબોને માસિક ૩૫ કિ.ગ્રા. અનાજ અને અગ્રતા ધરાવતા કુટુંબોને માસિક વ્યકિતદીઠ ૫ કિ.ગ્રા. અનાજ એમ બે પ્રકારના કુટુંબોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે.
ગુજરાતના ૭૬ લાખથી વધુ કુટુંબોને મળી રહ્યો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ
ગુજરાત સરકારે ગરીબો અને વંચિતોના વિકાસને સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું છે અને ખાસ કરીને, પોષણલક્ષી યોજનાઓનું અસરકારક અમલીકરણ થાય એ સુનિશ્ચિત કર્યું છે. પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના અંતર્ગત રાજ્યના ૭૬.૬ લાખથી વધુ કુટુંબોના ૩.૭૨ કરોડ લાભાથીઆર્ેને વિનામૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૨૪ની વાત કરીએ તો, રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ?૭,૫૨૯ કરોડની કિંમતના ૨૧.૯૧ લાખ મે.ટન અનાજના જથ્થાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. આમાં અંત્યોદય અન્ન યોજનાના ૩૬.૪૦ લાખથી વધુ લાભાથીઆર્ે અને અગ્રતા ધરાવતા કુટુંબોના ૩.૩૦ કરોડથી વધુ લાભાથીઆર્ેનો સમાવેશ થાય છે.
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ ?૨૭૧૨ કરોડની ફાળવણી
તાજેતરમાં રજૂ થયેલા ગુજરાતના વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ ?૨૭૧૨ કરોડની ફાળવણી કરવામાં આવી છે. દ્ગહ્લજીછ રાશનકાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા તુવેરદાળ અને ચણાના વિતરણ માટે ?૭૬૭ કરોડ, નેશનલ ફૂડ સિક્યોરિટી ઍક્ટ-૨૦૧૩ હેઠળ પાત્રતા ધરાવતા લાભાથીઆર્ેને અનાજ પૂરું પાડવા ?૬૭૫ કરોડની જાેગવાઈ, દ્ગહ્લજીછ લાભાર્થી કુટુંબોને વષર્માં બે વખત ખાદ્યતેલ રાહત દરે આપવા માટે ?૧૬૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, શ્રીઅન્ન (મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા માટે બાજરી, જુવાર, રાગીની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ?૩૦૦ પ્રતિ ક્વિન્ટોલ પ્રોત્સાહક બોનસ ચૂકવવા ?૩૭ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
Recent Comments