ગાંધીનગર સ્ટેટ સાયબર ક્રાઈમ સેલની ટીમે આરોપી પાસેથી એટીએમ, ક્રેડિટ કાર્ડ અને મોબાઈલ કબજે કર્યા
ડિજીટલ એરેસ્ટ કરીને ૩.૯૯ કરોડની છેતરપિંડી કરતી ચાઈનીઝ, કંબોડિયન ગેગના શખ્સની ધરપકડ કરવામાં આવી, જેમાં ગાંધીનગર સ્ટેટ સાયબર ક્રાઈમ સેલની ટીમે આરોપી પાસેથી એટીએમ, ક્રેડિટ કાર્ડ અને મોબાઈલ કબજે કર્યા ફેડેક્સ કુરિયર કંપનીના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપીને એક વ્.યક્તિને કોલ કરીને સ્કાઈપ એપ્લિકેશન મારફતે ડીજીટલ એરેસ્ટ કરવામાં આવ્યો હતો.
બાદમાંતેની પાસેથી રૂ.૩,૯૯,૨૨,૫૭૮ પડાવી લઈને છેતરપિંડી કરવામાં આવી હતી.આ બનાવની વિગત મુજબ ભોગ બનનારા ફરિયાદીને ફેડેક્સ કંપનીમાંથી બોલું છું કહીને ખોટી ઓળખ આપીને બુક કરાવેલા પાર્સલને ડિટેન કરવામાં આવ્યું છે તથા પાર્સલમાં પાંચ પાસપોર્ટ, ૨ ક્રેડિટ કાર્ડ, ૧ લેપટોપ, ૫ કિલો કપડા અને ૭૫૦ ગ્રામ એમડી ડ઼્રગ્સ હોવાનું જણાવ્યું હતું. બાદમાં ફરિાદીને ઁઝ્રઝ્ર સર્ટિફિકેટ મેળવવું પડશે તેમ કહીને ફરિયાદીનો કોલ સાયબર ક્રાઈમ બ્રાંચ મુંબઈ સાથે કનેક્ટ કરીને જે તે વ્યક્તિએ પોતાની ઓળક આનંદ રાણા કરીકેની ખોટી ઓળખ આપી હતી. બાદમાં ફરિયાદીને ખોટા ગુનામાં ફસાવી દેવાનો ભય બતાવીને સ્કાઈન એપ્લિકેશન મારફતે જીડીટલ એરેસ્ટ કરી દસથી વધુ દિવસ ગોંધી રાખ્યો હતો. આમ કરીને તેની પાસેથી રૂ. ૩,૯૯,૨૨,૫૭૮ પડાવી લીધા હતા. આ અંગે ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઈમ સેલ ગાંધીનગરે છેતરપિંડી કરનારા ચાઈનીઝ, કંબોડીયન ગેંગના કોલ કરનારા ભારતીય શખ્સને મુંબઈના કોલોબાથી ઝડપી લીધો હતો. તપાસમાં તેનું નામ ચેતન ગણપત કોકરે (૨૬) અને તે કોલાબામાં શિવસેના શાખા પાસે નેવી નગરમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું.તેની પાસેથી પોલીસે ૨ મોબાઈલ, પાંચ છ્સ્ કાર્ડ, ૨ ક્રેડિટ કાર્ડ, ૪ચેકબુક અને કિંગડમ ઓફ કંબોડિયા અને કિંગડમ ઓફ બહેરીનના વિઝાની નકલ મળી આવી હતી.
Recent Comments