ગીર સોમનાથના તાલાલા પંથકમાં સવારે એક બાદ એક તેમ કૂલ ત્રણ ભૂકંપના આંચકા આવતા લોકો ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. હાલ કોઈ જાનહાનિની માહિતી પ્રાપ્ત થઈ નથી.ગીર સોમનાથના તાલાલા પંથકમાં એક બાદ એક ત્રણ ભૂકંપના આંચકા આવ્યા હતા. વહેલી સવારે ૭ઃ૧૩ મિનિટે ૨.૧ની ભૂકંપની તીવ્રતાનો પહેલો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી ૧૧ કિમી દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટ પર નોંધાયું હતું.
સવારે ૭ઃ૧૫ મિનિટે ૧.૯ની ભૂકંપની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો. બીજા આંચકાનું કેન્દ્ર બિંદુ તાલાલાથી ૧૨ કિમી દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટ હતું, જ્યારે સવારે ૭ઃ૧૭ મિનિટે ૨.૩ની ભૂકંપની તીવ્રતાનો ત્રીજો આંચકો અનુભવાયો હતો. ત્રીજા આંચકાનું કેન્દ્ર બિંદુ તાલાલાથી ૧૨ કિમી દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટ નોંધાયું છે. ધરા ધણધણી ઉઠતા પંથકના લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. એક બાદ એક ત્રણ આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ગુજરાતમાં ૨૦૨૪માં ભૂકંપના કુલ ૧૩ આંચકા નોંધાયા હતા. જેમાં જાન્યુઆરીમાં ૨, ફેબ્રુઆરી-ઑક્ટોબરમાં ૧-૧, નવેમ્બરમાં૮ જ્યારે ડિસેમ્બરમાં અત્યાર સુધી ૧ આંચકાનો સમાવેશ થાય છે. જેની સરખામણીએ ગત વર્ષે ૨૦૨૩માં ૫, ૨૦૨૨માં ૧ જ્યારે ૨૦૨૧માં ૭ આંચકા નોંધાયા હતા. એક જ વર્ષમાં એકસાથે ૧૩ આંચકા આવેલા હોય તેવું છેલ્લા ૧૨ વર્ષમાં બન્યું નથી.
Recent Comments