ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને આજે એક મોટી સફળતા મળી છે. ગાંધીનગરના અડાલજ નજીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરતા ત્રણ શખસોને ATSની ટીમે ઝડપી પાડ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ ત્રણેય શખસો નવા આતંકી મોડ્યુલ સાથે સંકળાયેલા છે. આ શંકાસ્પદ આતંકીઓ ISIS સાથે જોડાયેલા હોવાની માહિતી મળી રહી છે. જેમાં બે ઉત્તર પ્રદેશના અને એક હૈદરાબાદનો હોવાની જાણકારી છે. ગુજરાત ATSની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખસો આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને તેઓ રાજ્યમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે ATSની ટીમે શંકાસ્પદ વ્યક્તિઓ પર સઘન વોચ ગોઠવી હતી, જેના પરિણામે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આ ત્રણેય શખસો કઈ આતંકવાદી પ્રવૃત્તિઓ કે સંગઠન સાથે સંકળાયેલા હતા. શું તે કોઈ આતંકી હુમલા અથવા અન્ય કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના હતા કે કેમ. નવા મોડ્યુલના અન્ય સભ્યો કોણ છે અને તેમનો પ્લાન શું હતો. હાલમાં ATSની ટીમ દ્વારા ત્રણેય આતંકીઓની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જેમાં મોટા ખુલાસા થઈ શકે છે.
આ સમગ્ર મામલે ગુજરાત ATS દ્વારા આજે બપોરે 1:00 વાગ્યે સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ કરાશે, જેમાં પકડાયેલા આતંકીઓની ઓળખ અને તેમના ઈરાદાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે.


















Recent Comments