અમરેલી

અમરેલીમાં મેદસ્વિતા મુક્ત જીવનશૈલી માટે  ૩૦ દિવસીય કેમ્પ

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને સ્વસ્થ રાખવા અને મેદસ્વિતાથી મુકત રાખવા ”સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના આ સંકલ્પને સાકાર કરવા અને આ અભિયાનને આગળ વધારવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાનને અનુલક્ષીને વડાપ્રધાનશ્રીના ૭૫ માં જન્મદિવસ અંતર્ગત ૧૭ સપ્ટેમ્બર-૨૦૨૫ થી ૧૭-ઓકટોબર-૨૦૨૫ સુધી રાજ્યના ૭૫ સ્થળોએ ૩૦ દિવસીય પરિણામલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે.

આ કેમ્પ દ્વારા લોકોને યોગ અને આહાર થકી મેદસ્વિતા ઘટાડવા માટેના આસનો, પ્રાણાયામ, ડાયટ વિગેરેના માર્ગદર્શન દ્વારા આરોગ્યપ્રદ જીવનશૈલી માટે પ્રેરિત કરવામાં આવી રહ્યાં છે. અમરેલી ખાતે આ મેદસ્વિતા મુક્ત કાર્યક્રમમાં ૮૦થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

અમરેલી જિલ્લાને યોગમય બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં કોચ-ટ્રેનર્સ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.  આ કેમ્પ દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ ઉપસ્થિત રહી અને યોગ સાધકોને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, પી.બી.પંડ્યા, જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડૉ. પ્રણોતિબેન ખરાટ, વૈદ્ય પંચકર્મ શ્રી  ડૉ.નીતિન ત્રિવેદી, ડૉ.નરેન્દ્ર સોજીત્રા, ડૉ. મીનાક્ષીબેન બારૈયા, શ્રી હિરલબેન માણિયા, નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ મેડિકલ ટીમ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.  આ અંગે વધુ માહિતી માટે રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડિનેટરશ્રી સાગર મહેતાનો મો નં. ૯૦૩૩૩૧૬૮૪૧ પર સંપર્ક કરવો. તેમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડિનેટરશ્રી,અમરેલીની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts