fbpx
રાષ્ટ્રીય

300 રૂપિયા ક્વિન્ટલ લસણ, મહોદય ખેડૂતોની કમાણી ડબલ કંઇ રીતે થશે?

ભારતમાં મધ્યપ્રદેશ લસણનું સૌથી મોટુ ઉત્પાદક રાજ્ય છે, જોકે, રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ લસણની ખેતી કરવામાં આવે છે. ગઇ સીઝનમાં લસણનો સારો પાક ખેડૂતો માટે મુસીબત બની ગયો હતો. લસણની સૌથી મોટી મંડીમાં આ સમયે હોલસેલ ભાવ 300 – 600 રૂપિયા ક્વિંટલની નજીક છે, જેનાથી ખેડૂતોની પડતર પણ નથી નીકળી રહી. મંદસૌરમાં ભારતની સૌથી મોટી લસણની મંડી છે જ્યાં, દૂર દૂરથી ખેડૂત પાક વેચવા આવે છે. આ વર્ષે ખેડૂતોને લસણની ઉપજથી ઉચિત ભાવ નથી મળી રહ્યો તેથી તેઓ નારાજ છે.

રાજસ્થાનના કોટાના બારાં જિલ્લામાં પણ લસણ ઉગાડવા વાળા ખેડૂત પરેશાન છે. જિલ્લાની સૌથી મોટી કૃષિ ઉપજ મંડીમાં લસણની આવક તો રોજ જ હોય છે, પણ સારો ભાવ ન મળવાને કારણે તેઓ નારાજ છે. લસણની ખેતી ખેડૂતો માટે નુકસનાનનો સોદો બની ગઇ છે. લસણની ખેતી શરૂ થઇ ગઇ છે જેના કારણે તેઓ આ સમયે ઓછા ભાવ પર લસણ વેચવા માટે મજબૂર છે.

મંદસૌરમાં લસણના કારોબારી અને ખેડૂત હરપાલ સિંહે ETને કહ્યું કે, લસણની ખેતી શરૂ થવા જઇ રહી છે અને પાછલો પાક હજુ ખેડૂતોના ઘરે પડેલો છે. મંડીના ખેડૂતોને લસણની એવરેજ કિંમત 300 – 400 રૂપિયા ક્વિંટલ મળી રહી છે. આ ખેડૂતો માટે નુકસાનનો સોદો છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે કોઇ પણ કોમોડિટીની આયાત નિકાસનો નિર્ણય ખેડૂતની ઉપજને ધ્યાનમાં રાખીને કરવો જોઇએ. લસણની નિકાસ પર બેન લગાવવાના કારણે ખેડૂતોએ આ વખતે પણ નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે.

પાછલા થોડા સમયમાં દેશના કેટલાક વિસ્તારના ખેડૂતોને પોતાની ઉપજના ઓછા ભાવ મળ્યા બાદ સડકો, નદીઓ અને નાળાઓમાં લસણતી ભરેલી ગુણ ફેંકતા જોવામાં આવ્યા છે. સિંહે કહ્યું કે, ખેડૂતોને એક વિંઘા લસણની ખેતી કરવા માટે 40 હજારથી 45 હજારની પડતર આવે છે, હાલના ભાવના હિસાબે ખેડૂતોની મજૂરી પણ નથી નીકળી રહી, ખેતીની પડતર તો દૂરની વાત છે. જેથી કરીને સરકારે આ મુદ્દે વિચાર વિમિર્શ કરી લસણની નિકાસના બેન પર ફરીથી વિચાર કરવો જોઇએ.

Follow Me:

Related Posts