ગુજરાત

અંબાજી મંદિરના ભંડારમાંથી 300 ગ્રામ સોનું નિકળ્યું, કોઈ ભક્તે ચૂંદડીમાં મુકીને દાન કર્યું હતું

દિવાળી બાદ આજે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભંડાર ખોલવામાં આવ્યો હતો. આ ભંડારમાંથી ચુંદડીમાં બાંધેલું 300 ગ્રામ સોનુ પ્રાપ્ત થયું હતું. માતાજીના કોઈ ભક્ત દ્વારા ચૂંદડીમાં મૂકીને ભંડારમાં દાન કરાયું હતું.અંબાજી મંદિરને સોનાથી મઢવાનું કાર્ય અનેક વર્ષોથી ચાલી રહ્યું છે અને આ અભિયાનમાં સતત વધારો થઈ રહ્યો છે. સમયાંતરે ભક્તો દ્વારા થતા આવા દાનથી મંદિરનું શિખર ઝડપભેર સોનેરી ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે. બેસતા વર્ષે અંબાજી મંદિર ટ્રસ્ટને એક ગુપ્ત દાતા તરફથી 100 ગ્રામ સોનું અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે દિવાળી બાદ આજે મંદિરના ભંડારમાંથી વધુ 300 ગ્રામ સોનું મળ્યું છે.દિવાળી બાદ આજે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભંડાર ખોલવામાં આવ્યો હતો. આ ભંડારમાંથી ચુંદડીમાં બાંધેલું 300 ગ્રામ સોનુ પ્રાપ્ત થયું હતું. માતાજીના કોઈ ભક્ત દ્વારા ચૂંદડીમાં મૂકીને ભંડારમાં દાન કરાયું હતું. આ ભંડારમાં સોનાના 50 ગ્રામના કુલ 6 બિસ્કીટ ચૂંદડીમાં બાંધેલા હતાં. જેને ટ્રસ્ટ દ્વારા ઓફિસમાં જમા કરાવવામાં આવ્યા હતાં. કોઈ ભક્તે માતાજીને સોનાનું ગુપ્ત દાન કર્યું હતું.અંબાજી મંદિરમાં બેસતા વર્ષના દિવસે એક ભક્તે ઓળખ ગુપ્ત રાખવાનું કહીને 100 ગ્રામ સોનાનું દાન કર્યું હતું. માઁ અંબાના ચરણે અર્પણ કરાયેલું આ મહાદાન અંબાજી મંદિર ટ્રસ્ટના ટેમ્પલ ઇન્સ્પેક્ટર પ્રવીણભાઈ ગોસ્વામીએ વિધિવત રીતે સ્વીકાર્યું હતું.આ ગુપ્ત દાનનો ઉપયોગ પણ મંદિરના શિખરને સુવર્ણજડિત બનાવવાની કામગીરીમાં લેવામાં આવશે. અંબાજી મંદિરને સોનાથી મઢવાનું કાર્ય અનેક વર્ષોથી ચાલી રહ્યું છે અને આ અભિયાનમાં સતત વધારો થઈ રહ્યો છે. સમયાંતરે ભક્તો દ્વારા થતા આવા દાનથી મંદિરનું શિખર ઝડપભેર સોનેરી ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે.

Related Posts