ભાવનગર

શિશુવિહાર સંસ્થા ની નિરમા લિમિટેડ ના સૌજન્ય થી ભાલ વિસ્તાર ના ૧૨ ગામોમાં આરોગ્ય શિબિરો માં ૩૦૦૩ દર્દી ઓએ લાભ મેળવ્યો

I

ભાવનગર શિશુવિહાર સંસ્થા ની આરોગ્ય પ્રવૃતિ અંતગર્ત નિરમા લિમિટેડ ના સૌજન્ય થી ભાલ વિસ્તાર ના ૧૨ ગામોમાં વર્ષ ૨૦૨૪ માં આરોગ્ય શિબિર યોજાયેલ…જેમાં ૩૦૦૩ દર્દીનારાયણો ની આરોગ્ય તપાસ , ચશ્મા વિતરણ તથા શાળા ના બાળકો ની લોહી માં હિમોગ્લોબિન તપાસ કરી દવા આપવામાં આવેલ..શિશુવિહાર બાળ પુસ્તકાલય દ્વારા શાળા ને ૭૫ બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર પુસ્તિકા ભેટ આપેલ..નિરમા લિમિટેડ ના સૌજન્ય થી આગામી વર્ષ – ૨૦૨૫ માં યોજાનાર ભાલ પંથકના ગામમાં આરોગ્ય શિબિર ના આયોજન માટે બેઠક તા. ૨૯ માર્ચ શનિવાર ના રોજ યોજાઈ..આ પ્રસંગે એગ્રોસેલ ઇન્ડસ્ટ્રી ના HR શ્રી મયુરભાઈ ભટ્ટી, સંસ્થા ના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ દવે, ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી તથા ડૉ.અભિલાષા બહેન સોનપાલ ના વરદહસ્તે શિક્ષકો નું અભિવાદન કરવામાં આવ્યું હતું..તેમજ સંસ્થા ના મંત્રી શ્રી ડૉ નાનકભાઈ ભટ્ટે એ શાળા ના નવા સત્રના પ્રારંભે વિધાર્થી ઓને જીવન કૌશલ્ય તાલીમ માટે શિશુવિહારની બસ માં પ્રવાસ લાવવા માટે આયોજન કરેલ…કાર્યક્રમ ના અંતે સંસ્થા ના કોડીનેટર શ્રી હિનાબેન ભટ્ટે સહુ નું આભાર વ્યકત કરી સહુ ને ભોજન લઈ છૂટા પડેલ

Related Posts