ગાંધીનગર મત્સ્યોદ્યોગ કમિશનશ્રીના પત્ર દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ તા.૨૬ ઓગસ્ટથી તા.૩૧ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી ખરાબ હવામાન અને ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારી માટે ગયેલી તમામ બોટને પરત બોલાવવા માટે સૂચના છે. આ સ્થિતિમાં અમરેલી જિલ્લા કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ બોટ-હોડી માલિકો અને એસોસિએશન પ્રમુખ અને માછીમાર આગેવાનોને પોતાની બોટ સલામત અને સુરક્ષિત સ્થળોએ લાંગરવા માટે જણાવવામાં આવે છે. ખાસ કરીને માછીમારોને જાનમાલની નુકશાની ન થાય તે માટે અગમચેતી રાખવા માટે અનુરોધ છે.
ભારે વરસાદની આગાહીને પગલે અમરેલી જિલ્લાના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Recent Comments