fbpx
રાષ્ટ્રીય

કોરોના કરતા ખતરનાક વાયરસના ૩૨૩ સેમ્પલસ લેબોરેટરીમાંથી ગાયબ

ઓસ્ટ્રેલિયાની લેબોરેટરીમાંથી ગાયબ થયેલા વાયરસનો જાે ઉપયોગ થયો તો દુનિયાનો અંત ભલે કોરોના વાયરસ (કોવિડ ૧૯) હવે ઈતિહાસની વાત બની ગયો છે, પરંતુ આજે પણ આ મહામારીને યાદ કરીને દુનિયા ડરી જાય છે. ઘણા અહેવાલો સામે આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ મહામારી ચીનના વુહાન શહેરની એક લેબથી આખી દુનિયામાં ફેલાઈ છે. વાયરસ સંબંધિત વધુ એક ડરામણી માહિતી સામે આવી છે. હકીકતમાં ઓસ્ટ્રેલિયાની લેબોરેટરીમાંથી ખતરનાક વાયરસના સેંકડો સેમ્પલ ગાયબ છે. ક્વીન્સલેન્ડના આરોગ્ય પ્રધાન ટિમ નિકોલ્સે જણાવ્યું હતું કે લેબમાંથી જીવંત વાયરસના ૩૨૩ નમૂનાઓ ગુમ થયા છે. જેમાં હેન્ડ્રા વાયરસના લગભગ ૧૦૦ સેમ્પલ હતા, હંતા વાયરસના સેમ્પલ અને લસા વાયરસના ૨૨૩ સેમ્પલ સામેલ છે. આ તમામ વાયરસ મનુષ્ય માટે અત્યંત ઘાતક છે.

ક્વીન્સલેન્ડના આરોગ્ય પ્રધાન ટિમ નિકોલ્સે જણાવ્યું હતું કે લેબમાંથી જીવંત વાયરસના ૩૨૩ નમૂનાઓ ગુમ થયા છે. જેમાં હેન્ડ્રા વાયરસના લગભગ ૧૦૦ સેમ્પલ હતા, હંતા વાયરસના સેમ્પલ અને લસા વાયરસના ૨૨૩ સેમ્પલ સામેલ છે. આ તમામ વાયરસ મનુષ્ય માટે અત્યંત ઘાતક છે. અધિકારીઓને આશંકા છે કે આ વાયરસનો ઉપયોગ હથિયાર તરીકે પણ થઈ શકે છે. એવી આશંકા છે કે વાયરસ કોઈ નિષ્ણાત દ્વારા ચોરી કરવામાં આવ્યો છે. ડેઈલી મેઈલના રિપોર્ટ અનુસાર, આ સેમ્પલ ૨૦૨૧માં ગુમ થઈ ગયા હતા, પરંતુ હવે માહિતી સામે આવી છે. તાજેતરમાં એવિયન ફ્લૂએ દસ્તક આપી હતી. ઉૐર્ં એ ૨૦૨૪માં આ વાયરસને વૈશ્વિક ખતરો જાહેર કર્યો છે, એટલે કે તે વૈશ્વિક મહામારી બની શકે છે. અત્યાર સુધી આ વાયરસ ૧૦૮ દેશોમાં પોતાનો પગપેસારો કરી ચૂક્યો છે. એવિયન ફ્લૂને સામાન્ય રીતે બર્ડ ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર આ વાયરસ વન્યજીવોમાં ફેલાયો છે. ૫૦૦ થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ આ વાયરસથી પ્રભાવિત થઈ છે, જ્યારે ૭૦ સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ સંક્રમિત થઈ છે. વૈજ્ઞાનિકોએ તેને ૐ૫૯૧ નામ આપ્યું છે. વર્ષ ૨૦૨૪ની શરૂઆતમાં એન્ટાર્કટિકામાં જેન્ટુ અને કિંગ પેંગ્વીનમાં આ વાયરસ પ્રથમવાર જાેવા મળ્યો હતો.

Follow Me:

Related Posts