શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ આશ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દથી પીડાતા દર્દીઓને ધ્યાનમાં રાખી દર માસના પ્રથમ શુક્રવારે યોજાતા વિના મૂલ્યે નેત્ર કેમ્પ યોજવામાં આવે છે એ અનુસંધાને આજરોજ તારીખ ૨-૧-૨૬ ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં ૩૪૩માં નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિરનગર હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા ૯૪ જેટલા મોતિયાના દર્દીઓની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ ૦૭ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન ની જરૂર હોય એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઓપરેશન માટે વિરનગરની આંખની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ અને જે દર્દીઓને ચશ્મા અને દવાઓની જરૂર હતી એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ચશ્મા તેમજ દવાઓ પૂરી પાડવામાં આવી હતી . ૩૪૩માં વિના મૂલ્યે મહાનેત્રયજ્ઞનું દિપ પ્રાગટ્ય સંસ્થાના વડા પરમ પૂજ્ય શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી તથા નેત્રયજ્ઞનાં મુખ્ય દાતાશ્રી નરેન્દ્ર કુમાર પોપટલાલ મહેતા સાથે વિરનગરના ડોક્ટર શ્રી, ગુરુકુળ હોસ્પિટલના ડોક્ટર નિલેશભાઈ ત્રિવેદી વિગેરે દ્વારા કરવામાં આવેલ.સંસ્થાનાં કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી ના સાનિધ્યમાં નેત્રયજ્ઞ ની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલ.
નેત્રકેમ્પના યજમાન પદે અમદાવાદના નરેન્દ્રકુમાર પોપટલાલ મહેતા રહ્યા હતા. નેત્રયજ્ઞને સફળ બનાવવા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાનાં કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામીનાં વડપણ હેઠળ સાથે સંસ્થાના કર્મચારીઓએ જેહમત ઉઠાવી હતી, અને આવનાર તમામ દર્દી નારાયણને ચા સાથે અડદિયા, ફાફડા વિગેરે નાસ્તો આપવામાં આવેલ હતો…


















Recent Comments