ભાવનગર શિશુવિહાર પ્રેરિત 34 મો વૃદ્ધજન સન્માન સમારોહ આગામી તારીખ પહેલી નવેમ્બર શનિવારે શિશુવિહાર પરિસરમાં 34 મો વૃદ્ધજન સન્માન સમારોહ યોજાશે આ પ્રસંગે ભાવનગરના અગ્રગણ્ય ખેડૂત તથા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ફંડના અધ્યક્ષ શ્રી વીરજીભાઈ જસાણી તેમજ વવાણીયામાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમના અંતે વાસી શ્રી મહેન્દ્રભાઈ શાહ તેમજ ભાવનગરના સનિષ્ઠ શિક્ષક અને આજે 92 વર્ષે પણ જીવન પ્રત્યે હકારાત્મક રહી કાવ્ય અને ચિત્રના સર્જક શ્રી વિદ્યાબેન ઓઝા નું વિશેષ અભિવાદન થશે
200 થી વધુ વડીલો નવી પેઢી સાથે સંપર્કમાં રહી સમાજના માર્ગદર્શક રહે તે દિશા પ્રયત્ન રૂપે વિદ્યા નિધિ ટ્રસ્ટ ગુજરાતના અધ્યક્ષ સ્વામીની શ્રી સુલભાનંદાજી વડીલોને માર્ગદર્શન આપશે ઉપરાંત 15 ઓગસ્ટ થી શિશુવિહાર પ્રાંગણમાં પ્રત્યેક ગુરુ શુક્રએ ચાલતા વડીલ વંદના કાર્યક્રમના સંચાલક શ્રી રોબર્ટ ભાઈ ફર્નાન્ડિસ નું પણ અભિવાદન થશે
વડીલો નિજાનંદ સાથે પ્રકૃતિમય જીવન જીવવા પ્રેરિત રહે તેમજ પરિવાર સાથે સંવાદ સાધવામાં વિચારશીલ રહે તેવા ઉદ્દેશ્યથી પ્રતિવર્ષ યોજાતા કાર્યક્રમમાં સહભાગી થવા હાર્દિક નિમંત્રણ છે


















Recent Comments