ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 36 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી ……..
શિશુવિહાર સંસ્થા આયોજિત 527મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ સ્વ.વિનોદરાય જેઠાલાલ ભટ્ટ સ્મરણાર્થે હસ્તે શ્રી ગુણવતીબેન વિનોદ રાય ભટ્ટ સ્મૃતિમાં તેમજ 528મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ દાદીમાં જીવીમાની સ્મૃતિમાં હસ્તે શ્રી નવનીતભાઈ રાઠોડની ઉપસ્થિતિ માં તા.27 ફેબ્રુઆરીના રોજ શિશુવિહાર સંસ્થા પ્રાંગણ માં યોજાય ગયો.
ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શેઠ શ્રી વી. સી.લોઢાવાળા હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં 36 દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી. હર્ષા બહેન તથા ડૉ.શ્રી ધ્રુવિલભાઈ ની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં ડૉ.મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તા બાદ જરૂરિયાત મંદ 6 દર્દીઓને કેટ્રેક સર્જરી માટે લોઢાવાળા હોસ્પીટલ માં મોકલી આપવામાં આવેલ.દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ 1968 થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી…….
















Recent Comments