અમરેલી

અમરેલી જિલ્લાના ૩૬,૦૦૦ હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન શરુ છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા માટે વિશેષ અભિયાન અપનાવવામાં આવ્યું છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીની પહેલને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે.

રાજ્યને આગામી પાંચ વર્ષમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક કૃષિ યુક્ત બનાવવા માટે મિશન મોડમાં પ્રયાસો થઈ રહ્યા છે. આ પ્રયાસોના ભાગરુપે વર્ષ ૨૦૨૪-૨૫માં અમરેલી જિલ્લામાં ૩૪,૦૦૦ ખેડૂતો ૩૬,૦૦૦ હેક્ટરમાં પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.પ્રાકૃતિક ખેતી અભિયાનના ભાગરુપે ખેતીવાડી શાખા-આત્મા પ્રોજેક્ટ દ્વારા અત્યાર સુધીમાં ૫૯૨ ગામમાં વિસ્તરણ તંત્ર મારફત ખેડૂત ગ્રુપ મીટીંગ, રાત્રિ સભા દ્વારા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અભિયાન સાથે જોડાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

નિદર્શન અને ફિલ્ડ વીઝીટ થકી જિલ્લામાં પ્રાકુતિક ખેતીનો વ્યાપ વધે તે માટે સતત પ્રયત્નો થઇ રહ્યા છે, જેનાં ભાગરુપે ૩૪,૦૦૦ ખેડૂતો ૩૬,૦૦૦ હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે તેમજ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે દેશી ગાય નિભાવ ખર્ચ યોજના અંતર્ગત ૧૦,૧૯૮ લાભાર્થીઓને રુ.૫ કરોડ ૫૦ લાખની સહાય નિભાવ ખર્ચ સ્વરુપે આપવામાં આવી છે.પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની ભેજ સંગ્રહની ક્ષમતા વધે છે અને ઉત્પાદનમાં વધારો થાય છે.  માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી આશરે ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ શકે છે. પાણી બચત સાથે પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ થાય છે. 

Related Posts