રાષ્ટ્રીય

અફઘાનિસ્તાનમાં ૪.૯ તીવ્રતાનો ભૂકંપ; મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર દોડી આવ્યા

અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (દ્ગઝ્રજી) અનુસાર, શુક્રવારે (૨૧ ફેબ્રુઆરી) રાત્રે અફઘાનિસ્તાનમાં ૪.૯ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. મોડી રાત્રે આવેલા આ ભૂકંપના કારણે અનેક લોકો ઘરની બહાર દોડતા જાેવા મળ્યા હતા. જાે કે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપ રાત્રે ૧ વાગે આવ્યો હતો અને તેની ઊંડાઈ ૧૬૦ કિમી હતી.
૯ ફેબ્રુઆરીએ અફઘાનિસ્તાનમાં ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૧ માપવામાં આવી હતી. આ ભૂકંપ પૃથ્વીમાં ૨૫૫ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા, જાેકે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ મળ્યા નહોતા.
અફઘાનિસ્તાનમાં વારંવાર ભૂકંપ આવવાનું મુખ્ય કારણ તેનું ભૌગોલિક સ્થાન છે. આ પ્રદેશ હિંદુ કુશ પર્વતમાળાની નજીક આવેલો છે, જ્યાં યુરેશિયન અને ભારતીય ટેકટોનિક પ્લેટો અથડાય છે. આ પ્લેટોની અથડામણ ભૂસ્તરીય તણાવ પેદા કરે છે. હિન્દુકુશ પ્રદેશ ઊંડા અને છીછરા બંને પ્રકારના ભૂકંપનો અનુભવ કરે છે, જે ચમન ફોલ્ટ જેવી સબડક્શન અને સક્રિય ફોલ્ટ લાઇનોને કારણે થાય છે. પહાડી વિસ્તાર હોવાને કારણે ભૂસ્ખલન અને જાન-માલના નુકસાનનું જાેખમ પણ વધે છે. આ કારણોસર અફઘાનિસ્તાન ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર છે.

Related Posts