ગુજરાત

અમદાવાદના શાહીબાગ હાઉસિંગ સોસાયટી સામૂહિક દુષ્કર્મની ઘટનામાં 4ની ધરપકડ

ચાર મહિના પહેલા અમદાવાદના શાહીબાગ હાઉસિંગ સોસાયટીમાં બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે ચાર યુવકોની ધરપકડ કરી લીધી છે. શાહીબાગ હાઉસિંગ સોસાયટીમાં રહેતા ચાર યુવકોએ તેની જ સોસાયટીમાં રહેતી 15 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું.

આ ઘટના બાબતે પીડિતાએે તેના પરિવારને આપવીતી જણાવતા સમગ્ર મામલે સામૂહિક દુષ્કર્મની FIR દાખલ કરવામાં આવી હતી. પોલીસે બનાવને લઈને ચાર આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ગુનેગારોમાંથી એકે સગીરાને ખોટા બહાના આપી લલચાવીને તેના ઘરે બોલાવી હતી. જેમાં સગીરા આવે એ પહેલા આરોપીના ત્રણ સાથીઓ પહેલેથી જ ઘરે હાજર હતા. આ પછી તમામ આરોપીએ સામૂહિક દુષ્કર્મ કરીને સગીરાને કોઈને વાત ન કહેવા ધમકી આપી હતી. આરોપીઓની ઓળખ અક્ષય ઉર્ફે સેંધો મહેરિયા, પાર્થ ઉર્ફે ભોટીયો પરમાર, અવિનાશ ઉર્ફે પપ્પુ પરમાર અને દશરથ ઠાકોર તરીકે થઈ છે. આ બધા સગીર, એક શાળાની વિદ્યાર્થિનીને ઓળખતા હતા. 

સમગ્ર ઘટનાને લઈને હિબતાયેલી સગીરાએ પરિવાર સાથેની વાતચીત કરી હતી. આ પછી પરિવારે સમગ્ર મામલે પોલીસને જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી. આ મામલે શાહીબાગ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “સગીરાને પહેલા કંઈ બોલી શકતી ન હતી.”

પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ દુષ્કર્મ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે. ચારેય આરોપીઓ હવે કસ્ટડીમાં છે, અને સંપૂર્ણ તપાસ માટે તપાસ SC/ST સેલને ટ્રાન્સફર કરવામાં આવી છે.

મુખ્ય આરોપી અક્ષય મહેરિયાનો અગાઉનો ગુનાહિત રેકોર્ડ હોવાનું સામે આવ્યું છે. તેને તાજેતરમાં બાઇક ચોરીના કેસમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જેમાં તેણે “સાયકો કિલર” તરીકે ઓળખાતા કુખ્યાત આરોપી વિપુલ પરમાર સાથે સહયોગ કર્યો હતો, જે જૂથમાં ગુનાહિત સંડોવણીના પેટર્નને પ્રકાશિત કરે છે.

Related Posts