fbpx
અમરેલી

MLA Kaushik Vekariyaને બદનામ કરવાના નકલી લેટરહેડ કેસમાં 4 લોકોની ધરપકડ

ગુજરાત રાજયના વિભાનસભાના નાયબ દંડકની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના ઇરાદે, ષડયંત્ર રચી સોશિયલ મીડિયામાં નકલી લેટરપેડમાં લખાણ કરવાના અનડીટેકટ ગુનાના કામે ચાર ઇસમોને ગણતરીની કલાકોમાં પકડી પાડી ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

ગઈ કાલ તા.૨૭/૧૨/૨૦૨૪ નાં કોઈ અજાણી વ્યક્તિએ શ્રી કિશોરભાઈ આર. કાનપરીયા, પ્રમુખ તાલુકા પંચાયત કચેરી અમરેલીના નામ તથા હોદ્દા વાળો બનાવટી લેટરપેડ કપટ પુર્વક બનાવી જેમાં કિશોરભાઈ તથા ગુજરાત રાજયના વિધાનસભાના નાયબ દંડકની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના ઇરાદે એનકેન પ્રકારે ખોટા આક્ષેપો વાળુ કોમ્પ્યુટરાઇઝ લખાણ, ખોટી સહી કરી, પ્રમુખ તાલુકા પંચાયત, અમરેલીના હોદ્દાનો ખોટો સ્ટેમ્પ (સીક્કો) બનાવી, લેટરપેડમાં સહી નીચે સ્ટેમ્પ (સીક્કો) લાગી, ખોટુ લખાણ કિશોરભાઈ કાનપરીયાના ધ્યાન બહાર તેના નામથી બનાવી, લોકોમાં ભય ફેલાવી ગભરાટ પેદા કરવાના ઇરાદે તેમજ કિશોરભાઇ કાનપરીયા નામ વાળો લેટરપેડનો પત્ર જેને ઉદ્દેશીને લખેલ છે તેને છેતરવાના ઇરાદે ખોટા લખાણ વાળુ લેટરપેડ જે બનાવટી દસ્તાવેજ હોવાનું જાણવા છતા અન્ય લોકોને ઇન્ટરનેટના માધ્યમથી પ્રસારીત કરી ગુનો કરેલ હોય, જે અંગે કિશોરભાઇ રવજીભાઇ કાનપરીયા, ઉ.વ.૬૨, રહે.વિઠ્ઠલપુર(ખંભાળીયા) તા.જિ.અમરેલી વાળાએ અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ફરીયાદ જાહેર અમરેલી સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૪૦૮૩૮/૨૦૨૪, બી.એન.એસ. કલમ ૩૩૬ (૩), ૩૩૬(૪), ૩૪૦(૨), ૩૫૩(૧)(બી), you ૩૫૬(૨), ૩૫૬(૩), ૩૧૯(૨) તથા ઇન્ફોર્મેશન ટેકનોલજી એકટ ૨૦૦૦ ની કલમ ૬૬(ડી) મુજબનો ગુન્હો રજી. થયેલ.

ભાવનગર રેન્જ આઇ.જી નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં સોશિયલ મીડિયા દ્વારા બનતા સાયબર ક્રાઈમ લગત ગંભીર અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ ઉપરોક્ત સોશિયલ મીડીયા લગત ગંભીર પ્રકારના ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને ઉપરોકત વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. તેમજ સાયબર ક્રાઇમ પોલીસ ટીમને જરૂરી માર્ગદશર્ન આપવામાં આવેલ.

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ તથા અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ.એ.એમ. પરમાર નાઓની રાહબરી હેઠળ ઉપરોકત સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ મેસેજ અંગે દાખલ થયેલ સાયબર ક્રાઈમ ગુનાના અજાણ્યા આરોપીઓની ટેકનીકલ રીતે તપાસ કરી, આરોપીઓને શોધી કાઢી, તમામ આરોપીઓને પકડી પાડી, અનડીટેકટ ગુનો ગણતરીની કલાકોમાં ડીટેકટ કરવામાં સફળતા મળેલ છે.

*પકડાયેલ આરોપીઓની વિગતઃ*-

(૧) મનિષકુમાર ચતુરભાઈ વઘાસીયા, ઉ.વ.૪૪, રહે. અમરેલી, લીલીયા રોડ, ખોડલધામ સોસાયટી તા.જિ.અમરેલી.

(૨) પાયલબેન અશ્વિનભાઈ ગોટી, ઉ.વ.૨૫, રહે. વિઠ્ઠલપુર (ખંભાળીયા), તા.જિ.અમરેલી.

(૩) અશોકભાઈ કનુભાઈ માંગરોળીયા, ઉ.વ.૫૦, રહે.જસવંતગઢ, તા.જિ.અમરેલી.

(૪) જીતુભાઈ બાવચંદભાઈ ખાત્રા, ઉ.વ.૪૬, રહે.જસવંતગઢ, તા.જિ.અમરેલી.

*આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પો.ઈન્સ. એ.એમ.પટેલ તથા અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ.એ.એમ.પરમાર તથા અમરેલી એલ.સી.બી.પો.સ.ઈ. કે.એમ.પરમાર તથા પો.સ.ઈ. એસ.આર.ગોહિલ તથા પો.સ.ઇ.એમ.બી.ગોહિલ તથા એલ.સી.બી.ટીમ તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ટીમ દ્વારા કરવામાં આવેલ છે.*

Follow Me:

Related Posts