સુરતના કતારગામ ડભોલી વિસ્તારોમાં આવેલા ધ ડોટબોલ ક્રિકેટ બોક્સ ખાતે કેટલાક યુવકો ક્રિકેટ રમવા ગયા હતા ત્યારે અચાનક બોક્સ ક્રિકેટનો શેડ ધરાશાયી થવાની ઘટના બની હતી જેના કારણે અફરાતફરી મચી જવા પામી હતી.
કતારગામ ડભોલીમાં ધ ડોટબોલ ક્રિકેટ બોક્સમાં ક્રિકેટ રમવા માટે ગયા હતા. જ્યારે બપોરના સમયે યુવાન રમી રહ્યા હતા, ત્યારે ભારે પવનના કારણે ક્રિકેટ બોક્સનો શેડ તૂટી પડ્યો હતો અને ક્રિકેટ રમતા યુવાનોમાં ભાગદોડી મચી હતી. જેવો શેડ ધરાશાયી થયો ત્યારે આસપાસના લોકો દોડી આવ્યા હતાં. સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવી હતી.
ધ ડોટબોલ ક્રિકેટ બોક્સનો શેડ ધરાશાયી થવાથી ક્રિકેટ રમવા આવેલા યુવાનો માંડ-માંડ બચ્યા હતા અને અન્ય યુવાનોને બચાવવા માટે શેડ પકડીને ઊભા રહ્યા હતા. સમગ્ર ઘટના મામલે સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. સદનશીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. જોકે, એક યુવાનને સામાન્ય ઈજા થઈ હતી.
આ દુર્ઘટનામાં યુવાનોએ તૂટી પડેલા શેડને પકડી રાખ્યો હતો અને શેડ અંદર રહેલા યુવાનને બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાને પગલે કતારગામ ફાયર સ્ટેશનની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. જ્યારે શેડ મામલે ફાયર વિભાગની ટીમ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. યુવાનોએ પોતાના સોશિયલ મીડિયામાં ઘટના અંગે સ્ટેટ્સ પણ મૂક્યા હતા. આ દુર્ઘટનામાં ક્રિકેટના શેડમાં અંદર રહેલા ત્રણેક લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરી લેવાયું હતું. હજી અંદર રહેલા લોકોને બહાર કાઢવા માટે કવાયત હાથ ધરાઈ છે. ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે. શેડ કયા કારણોસર ધરાશાયી થયો તેની પણ તપાસ હાથ ધરાઈ છે. આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ હોવાનું જાણવા મળ્યું નથી.
Recent Comments