ગુજરાત

જામનગરમાં યુવાન પર ૪ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો,CCTVમાં સામે આવી ઘટના

પત્ની પર ખરાબ નજર નાખનાર એક યુવાન પર ૪ શખ્સો લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે ગંભીર રીતે મારમારીને ઈજાઓ પહોંચાડીને ઘાયલ કરાયો છે. જામનગરના યુવાન પર ૪ શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરી ઇજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. યુવકને ઢોરમાર મારતી આ ઘટના રુવાડા ઉભા કરતાં ઝ્રઝ્ર્‌ફ પણ સામે આવ્યા છે. આ મામલે ૪ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. યુવકની પત્નીને ફેઝલ હેરાન કરતો હતો આ ઘટના અંગે મળતી માહિતી મુજબ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા એક યુવકની પત્નીને ફૈઝલ નામનો શખ્સ ફોન-મેસેજ કરીને હેરાન-પરેશાન કરતો હતો.

આ બાબતે યુવકે આવું ન કરવા ફેઝલને ઘણી વાર સમજાવ્યો હતો. જાેકે ફેઝલ સુધરવાનું નામ નહોતો લેતો. ૪ શખ્સોએ યુવક સાથે બોલાચાલી કરી આમ ફેઝલ અવાર નવાર યુવકની પત્નીને હેરાન કરતો હતો અને બંને વચ્ચે નાનીમોટી બોલચાલ થતી હતી. આ દરમિયાન ૨ દિવસ અગાઉ આ યુવક ઉભો હતો ત્યારે ફેઝલ ખેરાણી, કાસમ ખેરાણી, મોહસીન ખેરાણી અને અકરમ ખેરાણી નામના ૪ શખ્સો આવ્યા હતા અને યુવક જાેડે ઉગ્ર બોલાચાલી કરી હતી. મામલો ઉગ્ર બનતા લોખંડના પાઇપ લઇ તૂટી પડ્યા આ બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બનતા આ ચારેય શખ્સો યુવક પર ધોકા-લાકડી અને લોખંડની પાઇપો લઇને તૂટી પડ્યા હતા અને ગણતરીની મિનિટોમાં ઢોરમાર મારીને અધમુવો કરી દીધો હતો. આ દરમિયાન સ્થાનિકોએ વચ્ચે પડીને યુવકને છોડાવ્યો હતો અને હોસ્પિટલ ખસેડ્યો હતો. મારામારીની આ ઘટના સીસીટીવી કેમરામાં પણ કેદ થયો છે. આ બાદ યુવકે હોસ્પિટલના બિછાનેથી આ ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Related Posts