fbpx
ગુજરાત

ભરૂચનાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી ના બ્લાસ્ટમાં ૪ કામદારોનાં મોત થયા

ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતોની નવાઈ જ રહી નથી. ભરૂચના અંકલેશ્વરમાં જીઆઇડીસીમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં ચાર કામદારોના મોત થયા છે. ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતોની નવાઈ જ રહી નથી. ભરૂચના અંકલેશ્વરમાં જીઆઇડીસીમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં ચાર કામદારોના મોત થયા છે. એમ ઇ પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હતો. જીઆઇડીસી પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. આ પહેલા ૧૬મી ઓક્ટોબરે કચ્છના કંડલામાં એક દુર્ઘટના સર્જાઈ હતી. કંડલાની એગ્રો ટેક) કંપનીમાં વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા દરમ્યાન ૫ શ્રમિકોનો મોત થયાં છે. આમ ગુજરાતમાં ત્રણથી ચાર દિવસમાં આ બીજી દુર્ઘટના બની છે.

તેના થોડા સમય પહેલા કડીમાં તાજેતરમાં ભેખડ ધસી પડવાના કિસ્સામાં નવ શ્રમિકોના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટના કંપનીમાં મંગળવારે રાત્રિના સાડા બાર વાગે સર્જાઈ હતી.આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં સુપરવાઈઝર સહિત પાંચ કર્મચારીઓના મોત થયાં છે. આ મામલે કંડલા પોલીસ અને ફેક્ટરી ઈન્સ્પેક્ટરે વધુ તપાસ હાથ ધરી. દુષિત પાણીની સફાઈ કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ છે. તેના પહેલા જૂનમાં અમદાવાદના ઓઢવમાં આવેલી એક ફેક્ટરીમાં બોઇલર ફાટતા બ્લાસ્ટ થતા બે શ્રમિકોના મોત થયા છે. ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા જ ફાયરની ૫ ગાડી ઘટનાસ્થળે દોડી આવી હતી. અમદાવાદમાં ઓઢવ શબરી હોટેલ પાછળ અરિહંત એસ્ટેટમાં બોઇલર ફાટતા આગ લાગી હતી. ફાયર બ્રિગેડે તરત જ કાર્યવાહી કરીને આગને વધુ ફેલાતા થતી અટકાવી હતી અને વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. રાજ્યમાં આ પહેલા ૨૨ એપ્રિલના રોજ શહેરની સીમમાં આવેલા વાંચ ગામમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં રવિવારે સવારે ૨૭ વર્ષીય પરપ્રાંતય મજૂરનું મોત થયું હતું. ગામમાં આવેલા શ્રી ક્રિષ્ના ફટાકડામાં સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયો હતો, જેમાં એક દિવાલ પડી હતી અને ફેક્ટરીના માલિક ભરત પટેલને ઈજા થઈ હતી.

Follow Me:

Related Posts