રાષ્ટ્રીય

અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનના બોર્ડર વિસ્તારમાં ૫.૯ તીવ્રતાનો ભૂકંપ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ની બોર્ડર પર આવેલા એક વિસ્તારમાં ૫.૯ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેની અસર પાડોશી દેશ ભારતના જમ્મુ કાશમીર સુધી અનુભવાઈ હતી.
આ બાબતે માહિતી અનુસાર અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનની બોર્ડર વિસ્તારમાં આ વખતે ભૂકંપનો જાેરદાર ઝટકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૮૬ કિલોમીટર ઊંડે હોવાની જાણકારી મળી છે. જેના કારણે કાશ્મીર સુધી ભૂકંપના આફ્ટરશૉક આવતા લોકો ઘર છોડીને બહાર મેદાનોમાં દોડી આવ્યા હતા. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ અને આસપાસના વિસ્તારોમાં જાેવ મળી. લોકો ભૂકંપના આંચકાઓથી ગભરાઈ ગયા. અફઘાનિસ્તાનના કેટલાક શહેરોમાં પણ આ ભૂકંપની અસર અનુભવાઈ, પરંતુ ઊંડા કેન્દ્રબિંદુના કારણે તેની વિનાશક અસર ઓછી રહી. બંને દેશોમાંથી હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર ભૂકંપ બાદની સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે.
બપોરે ૧૨:૨૦ વાગ્યે જમ્મુ-કાશ્મીરના પૂંછ વિસ્તારમાં એક શક્તિશાળી ભૂકંપ નોંધાયો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૮ માપવામાં આવી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદ પર, જમીનથી ૮૬ કિલોમીટર નીચે આવેલું હતું. આ આંચકાઓ કાશ્મીર ખીણ, જમ્મુ અને દિલ્હી-એનસીઆર સુધી અનુભવાયા. ભૂકંપની અસર પાકિસ્તાનના ઇસ્લામાબાદ અને અફઘાનિસ્તાનના કેટલાક ભાગોમાં પણ જાેવા મળી. દ્ગઝ્રજીના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનમાં નોંધાયેલા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પૃથ્વીની સપાટીથી ૧૩૦ કિલોમીટર નીચે હતું, જેના કારણે તેની વિનાશક અસર ઓછી રહી. જાેકે, ભૂકંપના આંચકાઓએ લોકોને ગભરાટમાં મૂકી દીધા, ખાસ કરીને કાશ્મીર ખીણમાં, જ્યાં હાલમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ છે.

Related Posts