બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો નજીક છે, જ્યાં જનતાએ તેજસ્વી યાદવ અને RJDને મોટો આંચકો આપ્યો છે. 14 નવેમ્બરે સવારે 10:45ના વલણો મુજબ, NDA 185 બેઠકો પર મજબૂત છે, જ્યારે મહાગઠબંધન 54 બેઠકો પર સમેટાઈ રહ્યું છે. ખુદ તેજસ્વી પોતાની બેઠક પર પાછળ ચાલી રહ્યા છે. જનતાએ મહાગઠબંધનને માત્ર હરાવ્યું નથી, પરંતુ સંપૂર્ણપણે નકારી કાઢ્યું છે. જે પક્ષો બરાબરીની ટક્કરનો દાવો કરતા હતા, તેઓ આ રીતે કેમ ધરાશાયી થયા, તેના કારણો જોઈએ. RJDની હારનું મુખ્ય કારણ 52 યાદવ ઉમેદવારોને ટિકિટ આપવી (કુલ ઉમેદવારોનો 36%) સાબિત થયું છે. 2020ની 40 ટિકિટોથી આ સંખ્યા વધારવાથી RJDની જાતિવાદી છબી મજબૂત થઈ અને ‘યાદવ રાજ’ની ગંધ આવતા ગેર-યાદવ (સવર્ણ અને અતિ પછાત) વોટ બૅન્ક દૂર થઈ ગઈ. ભાજપે પ્રચારમાં ‘RJDનું યાદવ રાજ’નું કથાનક સફળતાપૂર્વક ચલાવ્યું. જો તેજસ્વી યાદવે યાદવ ટિકિટો 30-35 સુધી મર્યાદિત રાખી હોત, તો અન્ય પછાત જાતિના મતોનો હિસ્સો વધારી શક્યા હોત, જેનો લાભ અખિલેશ યાદવને 2024માં મળ્યો હતો.તેજસ્વી યાદવની રણનીતિમાં સૌથી મોટી ભૂલ સહયોગી પક્ષો(કોંગ્રેસ, ડાબેરીઓ)ને ‘સમાન આદર’ ન આપવાની સાબિત થઈ. તેમના ‘RJD-કેન્દ્રીત’ અભિગમ અને બેઠક વહેંચણીના વિવાદોએ ગઠબંધનને નબળું પાડ્યું. આનાથી વોટ ટ્રાન્સફર નિષ્ફળ ગયું અને NDAને એકજૂટ દેખાવાની તક મળી.
– કોંગ્રેસે ‘ગેરંટી’ મેનિફેસ્ટો પર ભાર મૂક્યો, પરંતુ તેજસ્વીએ ‘નોકરી આપીશું’ને પ્રાથમિકતા આપી, જે સહયોગીઓને ખૂંચી.
– એટલું જ નહીં, તેજસ્વી યાદવે મહાગઠબંધનના ઘોષણાપત્રનું નામ પણ ‘તેજસ્વી પ્રણ’ રાખીને અન્ય સહયોગીઓને પાછળ કરી દીધા.
– પ્રચારમાં પણ તેજસ્વી યાદવે સહયોગીઓને પાછળ રાખ્યા. રેલીઓમાં રાહુલ ગાંધીના પોસ્ટરો ઓછા અને તેજસ્વીના વધુ દેખાતા હતા.તેજસ્વી યાદવની સૌથી મોટી ચૂક એ હતી કે તેમણે મોટા વાયદાઓની ઠોસ બ્લુપ્રિન્ટ (જેમ કે સરકારી નોકરી, પેન્શન) આપી શક્યા નહીં. ફંડિંગ અને અમલની યોજનાના અભાવે મતદારોમાં અવિશ્વાસ પેદા થયો. દરેક ઘરને સરકારી નોકરીના મુદ્દે તેઓ દરરોજ ‘આગામી 2 દિવસમાં બ્લુપ્રિન્ટ આવશે’ એમ કહેતા રહ્યા, પરંતુ ચૂંટણી પૂરી થવા છતાં તે રજૂ ન કરી શક્યા.મહાગઠબંધનની ‘મુસ્લિમપરસ્ત’ છબી તેજસ્વી યાદવની હારનું મોટું કારણ બની. તેનાથી માત્ર રાજ્યભરમાં જ નહીં, પણ ખુદ યાદવ જાતિના મતોમાં પણ ઘટાડો થયો. વળી, સત્તા મળવા પર વક્ફ બિલ લાગુ નહીં કરવાની તેજસ્વીની વાત યાદવ બંધુઓને પણ પસંદ ન આવી. ભાજપે લાલુ યાદવના વક્ફ બિલ વિરુદ્ધના ભાષણને વાઇરલ કરીને આ મુદ્દાનો ફાયદો ઉઠાવ્યો.તેજસ્વી યાદવ પોતાના પિતા લાલુ પ્રસાદની વિરાસતને લઈને મૂંઝવણમાં રહ્યા. તેમણે એક તરફ લાલુપ્રસાદનો સામાજિક ન્યાયનો એજન્ડા અપનાવ્યો, પણ બીજી તરફ ‘જંગલ રાજ’ની છબીના ડરથી અંતર જાળવ્યું. પોસ્ટરોમાં લાલુપ્રસાદની તસવીર નાની રાખવાની આ બેધારી નીતિ ઊંધી પડી. વડાપ્રધાન મોદીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો કે તેજસ્વી યાદવ લાલુપ્રસાદના ‘પાપ છુપાવી રહ્યા છે’ અને પોસ્ટરમાં લાલુને ખૂણામાં ધકેલવો તે તેમનું અપમાન લાગ્યું.


















Recent Comments