રાષ્ટ્રીય

અમેરિકી સરકાર દ્વારા રદ કરવામાં આવેલ વિઝામાં ૫૦% તો ભારતીય

અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા તાજેતરમાં ખૂબ મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા કેન્સલ કરવામાં આવ્યા હતા જેમાં લગભગ ૫૦ ટકા તો ભારતીય છે. અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન (છૈંન્છ)એ આ માહિતી આપી છે કે, વિદ્યાર્થીઓ, વકીલો અને યુનિવર્સિટી સ્ટાફ પાસેથી આ કેસોના ૩૨૭ અહેવાલો એકત્રિત કર્યા.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓને દેશનિકાલનો ભય વધી રહ્યો છે કારણ કે અધિકારીઓ પેલેસ્ટાઇન તરફી વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવાથી લઈને નાના કાયદાકીય ઉલ્લંઘનો સુધીના વિવિધ મુદ્દાઓ માટે હ્લ-૧ વિઝા રદ કરી રહ્યા છે.
આ બાબતે મીડિયાના સૂત્રો થકી મળતા અહેવાલો અનુસાર, ૧૭મી એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં છૈંન્છ એ જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા હતા તેમાંથી અડધા ભારતના હતા જ્યારે ૧૪ ટકા ચીનના હતા, જ્યારે અન્ય મુખ્ય દેશોમાં દક્ષિણ કોરિયા, નેપાળ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. ૨૦૨૩-૨૪માં અમેરિકા આવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયો સૌથી મોટો જૂથ છે. ૨૦૨૩-૨૪માં ૧૧,૨૬,૬૦૨ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી ૩,૩૧,૬૦૨ વિદ્યાર્થીઓ ભારતના હતા. ત્યારબાદ ૨.૭૭ લાખ ચીની વિદ્યાર્થીઓ હતા.
મહત્વનું છે કે, આ વિદ્યાર્થીઓમાંથી ૫૦ ટકા ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (ર્ંઁ્) પર હતા, એટલે કે તેઓ સ્નાતક થયા છે અને યુનાઇટેડ સ્ટેટ્સમાં કાર્યરત છે. ર્ંઁ્ હ્લ૧ વિઝા પર અમેરિકામાં રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ૧૨ મહિના સુધી કામ કરવાની મંજૂરી આપે છે, અને પછી વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત સહિતના જી્ઈસ્ ક્ષેત્રોના કિસ્સામાં તેને ૨૪ મહિના સુધી લંબાવવામાં આવે છે. આ અહેવાલો વિઝા રદ કરવા અને સમાપ્ત કરવાના મનસ્વી સ્વભાવનું ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે.
જી કે, અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટે ચેતવણી આપી છે કે જે વિદ્યાર્થીઓ અમેરિકન કાયદાનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરશે તેમને દેશમાંથી દેશનિકાલ સહિત સજાનો સામનો કરવો પડશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા માર્ગારેટ મેકલિયોડે, વિવિધ યુએસ યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓને પડી રહેલી સમસ્યાઓ અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું, ‘જાે તમે કાયદાનું પાલન કરશો, તો અમેરિકા તમને તકો પૂરી પાડશે, પરંતુ કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને પરિણામો ભોગવવા પડશે.‘

Related Posts