ભાવનગર

ગઢપુર પટેલ સમાજ વાડી ખાતે 51 કલાક ધુનનો ભવ્ય પ્રારંભ

ગઢપુર પટેલ સમાજ વાડી ખાતે 51 કલાક ધુનનો ભવ્ય પ્રારંભ.વિશ્વ પ્રસિદ્ધ તિર્થધામ શ્રી ગઢપુરધામમા પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા ગઢપુર પતિ શ્રી ગોપીનાથજી મહારાજની કૃપાથી 

પ.પુજય 1008 આચાર્ય શ્રીઅજેન્દ્રપ્રસાદજીમહારાજશ્રીની આજ્ઞાથી સમગ્ર સત્સંગ સમાજ અને શ્રી ગોપીનાથજી મંડળ નાં સહયોગથી શ્રી શાસ્ત્રી સ્વામી ઘનશ્યામવલ્લભદાસજી તથા શ્રી એસ.પી. સ્વામી નાં માર્ગદર્શન હેઠળ પટેલ ગ્રુપ દ્વારા તારીખ.13/8/26 રોજ પુજય બ્રહ્મચારી શ્રી,સંતો, પાર્ષદો તથા હરીભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં શ્રીસ્વામિનારાયણ મહામંત્ર ધુનનો ભવ્ય પ્રારંભ થયો હતો આ 51 કલાક શ્રી સ્વામિનારાયણ મહામંત્ર ધુનમાં તારીખ.14/8/2026 

સવારે 10 કલાકે વડતાલ થી પુજ્ય 108 શ્રી ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પુજય અ.સૌ.ગાદીવાળા માતૃશ્રી સહિત ધર્મકુુળ પરિવાર સાથે પધારશે.રોજ સવારે 8 થી 11 ધુન બાદ 11 થી 12 સંતો દ્વારા સત્સંગ નો લાભ બાદ મહા પ્રસાદ અને ધુન સાંજ 5 વાગ્યા સુધી ચાલુ છે સાંજે 5 થી 7 ગઢપુર નાં બહેનો અને સાંખ્યયોગી બહેનો દ્વારા ધુન ચાલે છે જે તારીખ.17/8/26 સુધી ચાલશે ગઢપુર નાં દરેક સમાજ નાં ભક્તો દ્વારા સમગ્ર સત્સંગ સમાજ નેં પધારવા આમંત્રણ છે.

Related Posts