ગઢપુર ધામમાં 51 કલાક શ્રી સ્વામિનારાયણ મંત્ર ધુન નું ભવ્ય આયોજન વડતાલ ગાદીના ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજીમહારાજશ્રીની ઉપસ્થિતિમાં સંપન્ન
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયસ્ય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધીશ્વર પ.પૂ.સ.ધ.ધુ ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રીઅજેન્દ્રપ્રસાદજીમહારાજશ્રીની આજ્ઞાથી પુજ્ય કોઠારી સ્વામી ઘનશ્યામવલ્લભદાસજી તથા શ્રી એસ.પી. સ્વામીનાં માર્ગદર્શન પ્રમાણે સત્સંગ સમાજ અને ગઢપુર ધામના ભક્તોનાં સહયોગથી શ્રી પટેલ ગ્રુપ ગઢડા દ્વારા પટેલ સમાજ વાડી ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દર વર્ષે શ્રી સ્વામિનારાયણ મંત્ર ધુનનું આયોજન કરવામાં આવે છે જે આ વર્ષે શ્રાવણ સુદ 1 તારીખ.25/7/2025 થી શરૂ કરવામાં આવી હતી જેમાં આજે તારીખ.29/7/2025 નાં રોજ સમાપન કરવામાં આવ્યું હતું જેમાં વડતાલ ગાદીના ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજીમહારાજશ્રી ઉપસ્થિત રહી ધુન નો મહિમા કહ્યો હતો સાથે આયોજકોને આશિર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે વડતાલ થી બહેનનાં ધર્મગુરુ પુજ્ય અ.સૌ.ગાદીવાળા માતૃશ્રી તથા પુજ્ય બચુબા શ્રી તથા બાબા રાજાશ્રી ઉપસ્થિતિ રહી બહેનોને સત્સંગનો લાભ આપ્યો હતો
આજ રોજ ગઢપુર નગર અને તાલુકા નાં રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ધુનમાં વડતાલથી સંતો પાર્ષદો પધાર્યા હતા
તેમજ ગઢપુરનાં સંતો પાર્ષદોએ વ્યવસ્થા સુંદર રીતે સંભાળી હતી આ ધુનમાં ગઢપુર શ્રી ગોપીનાથજીમહારાજનાં પ્રદેશના 425 ગામોનાં ભક્તો વારા પ્રમાણે મોટી સંખ્યામાં આવી ધુનનો લાભ લીધો હતો આ ધુન રોજ સવારે 8 થી સાંજના 5 સુધી પુરૂષ ભક્તો કરતાં હતાં સાંજે 5 થી 7 સાંખ્યયોગી બહેનો અને ગઢપુર ધામના અને અન્ય ગામનાં મહિલા ભક્તો દ્વારા કરવામાં આવી હતી. રોજ બપોરે એક કલાક સંતો દ્વારા સત્સંગ નો લાભ આપવામાં આવતો હતો.
આ ધુન દરમિયાન પધારતા ભક્તો માટે સવારે નાસ્તો બપોર, સાંજે મહા પ્રસાદ ની સુંદર વ્યવસ્થા કરવામાં આવતી હતી.
Recent Comments