રાધનપુર-ભિલોટ માર્ગમાં ક્રોસિંગ પર બ્રિજ બનાવવા ૫૩ કરોડ ફાળવ્યા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ અંતર્ગત કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે ૨૨૦ કરોડ રૂપિયા ફાળવ્યા રેલ્વે લેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા કુલ ૪૪૦ કરોડના ખર્ચે કાલુપુર અને સાળંગપુર ઓવરબ્રિજ કન્સ્ટ્રક્શન કામગીરી હાથ ધરાશેગુજરાત રાજ્ય સરકારના ૫૦ ટકા ફાળા તરીકે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આ ૨૨૦ કરોડ રૂપિયા ફાળવાશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિરાસત ભી વિકાસ ભી’ અન્વયે અમદાવાદ રેલવે સ્ટેશનના કાયાકલ્પ પ્રોજેક્ટમાં વર્ષો જૂના કાલુપુર-સાળંગપુર રેલવે ઓવરબ્રિજનું નવીનીકરણમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ કામગીરી અંતર્ગત ૪૪૦ કરોડના ખર્ચે કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે રાજ્ય સરકારના ૫૦ ટકા શેર તરીકે ૨૨૦ કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ વિરાસત ભી વિકાસ ભી’ના ધ્યેય સાથે રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ સહિતના કામોથી નાગરિકોનું ઈઝ ઓફ લિવિંગ વધારવા માટે પ્રાથમિકતા આપી છે.
તેમાં અમદાવાદ રેલવે સ્ટેશનના કાયાકલ્પ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષો જૂના કાલુપુર-સાળંગપુર રેલવે ઓવરબ્રિજના ફોર-લેન સહિતના નવીનીકરણના કામો માટે રાજ્ય સરકારના ફાળા તરીકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ નાણા ફાળાવ્યાં છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૦માં શરૂ કરાવેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રેલવે ઓવરબ્રિજ પહોળા કરવા આ રકમ મંજૂર કરી છે.
અમદાવાદ રેલવે સ્ટેશન પર કાલુપુર રેલ્વે ઓવર બ્રિજનું નિર્માણ ૧૦૮ વર્ષ પહેલા ૧૯૧૫માં તથા સાળંગપુર રેલ્વે ઓવરબ્રિજનું ૮૩ વર્ષ અગાઉ ૧૯૪૦માં નિર્માણ થયું હતું.
હાલમાં આ કાલુપુર રેલ્વે ઓવર બ્રિજ (મનુ ભાઇ પરમાર બ્રિજ) બન્ને તરફ ફુટપાથ સાથે થ્રી-લેન અને સાળંગપુર રેલ્વે ઓવરબ્રિજ ટુ-લેન પહોળાઈ ધરાવે છે.આ પુલોના લાઈફ સ્પાન અને સલામતી તેમજ વધતા જતા ટ્રાફિકના ભારણને ધ્યાને રાખીને બંને પુલ તોડીને નવેસરથી ફોર-લેન કરવાનું રિકન્સ્ટ્રક્શન રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવશે.આ ઉપરાંત, રાધનપુર શહેર તથા ભિલોટ માર્ગ પર હયાત રેલવે ક્રોસિંગ ન્ઝ્ર-૧૦૦-૨ઈ પર નવો ઓવરબ્રિજ બનાવવા માટે મુખ્યમંત્રીશ્રીએ ૫૨.૮૩ કરોડ રૂપિયા ફાળવ્યા છે. રાધનપુર-ભિલોટ-સુઈગામને જાેડતા આ માર્ગ પર મંજૂર ઓવરબ્રિજ બનવાથી નાગરિકોને માલપરિવહન અને મુસાફરી સરળ બનશે.
આ ત્રણેય બ્રિજની કામગીરી માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નાણાંકીય સહાય આપવાનો મુખ્યમંત્રીશ્રીએ ર્નિણય કર્યો છે.તદઅનુસાર, કાલુપુર રેલવે ઓવર બ્રિજ(મનુ ભાઇ પરમાર બ્રિજ) માટે ૧૦૬.૬૭ કરોડ, સારંગપુર રેલ્વે ઓવર બ્રિજ માટે ૧૧૩.૨૫ કરોડ અને રાધનપુર બ્રિજ માટે ૫૨.૮૩ કરોડ મળી કુલ ૨૭૨.૭૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રીના આ ર્નિણયથી આ બંને શહેરોમાં કનેક્ટિવિટી સુગમ બનશે, ટ્રાફિકનું ભારણ ઘટશે અને નાગરિકોના સમય શક્તિ અને ઇંધણની બચત થશે.
Recent Comments