અમદાવાદ શેરબજારમાં રોકાણની બાબતે એક ઝ્રછ અને તેમના મિત્રો સાથે મળીને ૫૬ લાખની છેતરપિંડી થઈ છે. અમદાવાદ શહેરમાં શેરબજારમાં રોકાણ કરાવી છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને તેમના મિત્રો સાથે મળીને ૫૬ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. આ મામલે મળતી માહિતી અનુસાર, દિપક શાહ નામના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે તેમના મિત્ર વૈભવ મોદી મારફતે યશ મુલચંદાણી અને નીલ મહેતા નામના ૨ શખ્સોને ઓળખ્યા હતા.
યશે દિપકને શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપી હતી અને દર મહિને સારો નફો આપવાનું વચન આપ્યું હતું. દિપક સહિત તેમના અન્ય મિત્રોએ પણ આ લાલચમાં આવીને યશને પૈસા આપ્યા હતા. શરૂઆતના ૨ મહિના સુધી યશે રોકાણકારોને નફો આપ્યો હતો, પરંતુ ત્યારબાદ તેણે નફો આપવાનું બંધ કરી દીધું અને મૂડી પરત કરવાની ના પાડી દીધી. આ અંગે જ્યારે દિપકે યશનો સંપર્ક કર્યો ત્યારે યશે ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આ મામલે દિપક શાહે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. શેરબજારમાં રોકાણ કરતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવી લેવી જરૂરી છે. કોઈપણ વ્યક્તિની લાલચમાં આવીને પૈસા રોકવા જાેઈએ નહીં.
Recent Comments