યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. તેમના સહિત ૬ લોકો અરેસ્ટ થયા છે. જ્યોતિ પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ છે. રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ સાથેના સંબંધોના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. ત્નઅર્ંૈ સ્ટ્ઠઙ્મર્રંટ્ઠિ ીજॅર્ૈહટ્ઠખ્ત “ટ્રાવેલ વિથ” નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસર જ્યોતિ મલ્હોત્રાએ વર્ષ ૨૦૨૩માં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. તેણે કમિશન દ્વારા વિઝા મેળવીને આ યાત્રા કરી હતી. આ દરમિયાન જ્યોતિની મુલાકાત પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ સાથે થઇ હતી. દાનિશના માધ્યમથી જ્યોતિનો પરિચય પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના અન્ય એજન્ટો સાથે થયો હતો. જેમાં અલી અહસાન અને શાકિર ઉર્ફે રાણા શહબાઝ નો સમાવેશ થાય છે. જ્યોતિએ પોતાના ફોનમાં તેમનું નામ ‘જટ્ટ રંધાવા‘ તરીકે સેવ કર્યું હતું.
મીડિયા સૂત્રોને આ ઘટનાક્રમ અંગે ગુપ્તચર એજન્સીઓ તરફથી મળેલી માહિતી મુજબ પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓને મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી, જેના આધારે ધરપકડ કરાયેલા છ લોકોમાં જ્યોતિનો પણ સમાવેશ થાય છે. જ્યોતિનો પરિચય દાનિશ અને તેના સહયોગી અલી અહસાનના માધ્યમથી પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ (ઁૈર્ંં) સાથે થયો હતો.જેમણે જ્યોતિની પાકિસ્તાનમાં મુસાફરી અને રહેવાની વ્યવસ્થા કરી હતી. જ્યોતિએ પાકિસ્તાની ગુપ્તચર અધિકારી સાથે ગાઢ સંબંધો બનાવ્યા અને તાજેતરમાં તેની સાથે ઇન્ડોનેશિયા બાલી પણ ગઇ હતી.
જ્યોતિએ ભારતીય સ્થળો સંબંધિત સંવેદનશીલ માહિતી શેર કરી હોવાનો આરોપ છે. દિલ્હીમાં રોકાણ દરમિયાન તે પીએચસી હેન્ડલર દાનિશના સંપર્કમાં હતી. આ મામલે લેખિત કબૂલાત નોંધવામાં આવી છે અને કેસ નોંધવામાં આવ્યો છે.
પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં હરિયાણાની યુટ્યુબર સહિત ૬ની ધરપકડ

Recent Comments