અત્યાર સુધીમાં HMPVના ૬ કેસ નોંધાયા, એલર્ટ પર રાજ્ય સરકારો
દેશમાં અત્યાર સુધીમાં હ્યુમન મેટાન્યૂમોવાયરસના ૬ કેસ મળી આવ્યા છે. તમામ કિસ્સાઓમાં બાળકોમાં ચેપની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે સરકાર તેની સાથે વ્યવહાર કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગભરાવાની જરૂર નથી. હ્યુમન મેટાન્યૂમોવાયરસ ચીનમાં વેગ પકડી રહ્યો છે અને સમગ્ર વિશ્વમાં ફેલાવા લાગ્યો છે. ભારત પણ આનાથી અછૂત નથી. દેશમાં અત્યાર સુધીમાં ૬ સંક્રમિત લોકો મળી આવ્યા છે. આ તમામ કેસોમાં બાળકોમાં ચેપની પુષ્ટિ થઈ છે. અમદાવાદમાં ૧ બાળક, બેંગલુરુમાં ૨, ચેન્નાઈમાં ૨ અને કોલકાતામાં ૧ બાળક હ્યુમન મેટાપ્યુમોવાયરસ થી સંક્રમિત જાેવા મળ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી એક મોટું નિવેદન આવ્યું છે.
મંત્રાલયે કહ્યું છે કે સરકાર આનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રની સરકારોએ લોકોને કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી. સંક્રમણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે રાજધાનીની તમામ હોસ્પિટલોને તેની સાથે વ્યવહાર કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવા કહ્યું છે. ચેપગ્રસ્ત વિશે મંત્રાલયે શું કહ્યું? ઃ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ૩ મહિનાની ત્રણ છોકરીઓ બ્રોન્કોન્યૂમોનિયાથી પીડિત હતી. પરિવારે તેને બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ત્યાં તેને ૐસ્ઁફથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ. સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી. બ્રોન્કોપ્ન્યુમોનિયાથી પીડિત ૮ મહિનાના શિશુને ૩ જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને ૐસ્ઁફથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ હતી. હવે બાળક ચેપમાંથી સાજાે થઈ ગયો છે. બંને બાળકોનો કોઈ આંતરરાષ્ટ્રીય પ્રવાસનો ઇતિહાસ નથી.
Recent Comments