fbpx
ગુજરાત

વિસનગરમાં જૂથ અથડામણમાં ૨ મહિલા સહિત ૬ ઘાયલ, ૧૮ લોકો સામે નોંધાયો ગુનો

મહેસાણાના વિસનગરમાં જૂથ અથડામણમાં ૨ મહિલા સહિત ૬ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ. મહેસાણા ના વિસનગર માં જૂથ અથડામણ માં ૨ મહિલા સહિત ૬ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ. આ હિંસક અથડામણમાં ૧૮ લોકો સામે ગુનો નોંધાયો. વિસનગરના કડા દરવાજા નજીક આ ઘટના બનવા પામી. જ્યાં ૩ દિવસ અગાઉ સામાન્ય બબાલ થઈ હતી અને તેની ખાર રાખી આ ઘાતકી હુમલો કરાયો. કડામાં એક જ કોમના બે જૂથો વચ્ચે જાેરદાર બબાલ વધુ હિંસક બનતા મહિલા સહિત કેટલીક વ્યક્તિઓને ગંભીર ઇજા પંહોચી હતી.

કડા દરવાજા નજીક એક જ કોમના બે જૂથ વચ્ચેની સામાન્ય બબાલે હિંસકરૂપ લેતા જૂથ અથડામણની ઘટના બની. કેટલાક શખ્સો ઘાતક હથિયારો સાથે મહોલ્લામાં ઘુસી અન્ય જૂથનો લોકો પર હુમલો કર્યો. હિંસક અથડામણમાં વિક્રમ ઠાકોર નામના યુવાનને માથામાં ધારીયું મારવામાં આવ્યું હતું. ઇજા થવાના કારણે યુવાનના માથામાંથી લોહી નીકળવા લાગ્યું. મહોલ્લામાં એક જૂથ હથિયારો સાથે તૂટી પડતા બંને જૂથના લોકો મારામારી પર ઉતરી આવ્યા. આ હિંસક અથડામણાં બંને જૂથના લોકો ઘાયલ થયા હતા. જ્યારે ભયંકર હિંસક અથડામણમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પંહોચતા તમામને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્રણ દિવસ અગાઉ કોઈ બાબતે બબાલ થઈ હતી. અને આ અદાવતની ખાર રાખી કડા દરવાજા નજીકના બહુચર માતાના મંદિર પાસે જ બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ. બંને જૂથ દ્વારા એકબીજા સામે પથ્થરમારો કરાયો. મારામારીના આ ઘટનામાં ૮ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસને આ મામલાની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળ પર પંહોચી સ્થિતિ નિયંત્રિત કરી. જીવલેણ ખૂની હુમલામાં કુલ ૧૮ લોકો સામે નોંધાયો ગુનો. વિસનગર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.

Follow Me:

Related Posts