fbpx
રાષ્ટ્રીય

ડ્રાઈવરને ઝોંકુ આવતા અકસ્માત, ૬નાં મોત

બોલેરો-ટ્રક વચ્ચે સામ-સામે ટક્કરથી અકસ્માત સર્જાયો ઉત્તર પ્રદેશમાંથી વધુ એક અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે. ઝાંસી-મિરઝાપુર હાઈવે પર પ્રયાગરાજ તરફથી આવતી એક પૂરપાટ ઝડપે દોડતી બોલેરો અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં છ લોકો મળત્યુ નિપજ્યા છે અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહેવાલો અનુસાર, બોલેરોમાં ૧૧ મુસાફરો સવાર હતા જેમાં ૬ લોકોના ઘટનાસ્થળે જ મળત્યુ નિપજ્યાં હતા. જ્યારે પાંચ લોતો ઈજાગ્રસ્ત થતા તેમને સીએચસી રામનગર ખાતે દાખલ કરવામાં આવ્યા છે. મળતકો મધ્ય પ્રદેશના છતરપુર જનપદના હોવાની જાણકારી છે. તેઓ પ્રયાગરાજથી પાછા આવી રહ્યા હતા. તે સમયે ડ્રાઈવરને અચાનક ઝેફ આવી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, પીલીભીતમાં એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો.જેમાં સ્પીડમાં આવતી કારે કાબુ ગુમાવ્યો અને ઝાડ સાથે અથડાઈને ખીણમાં ખાબકી હતી. આ કારમાં ૧૧ લોકો સવાર હતા. જેમાંથી ૯ના મોત થયા છે અને ૫ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts