અમરેલી તા.૭ ડિસેમ્બર, ૨૦૨૪ (શનિવાર) ભારત સરકારના કુટુંબ નિયોજન કાર્યક્રમ અંતર્ગત તા.૨૧ નવેમ્બર થી તા.૪ ડિસેમ્બર દરમિયાન પુરુષ નસબંધી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી.ચાવંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના કેમ્પમાં ભાવનગરના ડૉ. બોરીચાએ સેવાઓ આપી હતી. આ કેમ્પમાં ૬ એનએસવી ઓપરેશન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા-તાલુકા કક્ષાના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓએ જહેમત ઉઠાવી હતી.કુટુંબ નિયોજન માટે પુરુષ નસબંધી (એનએસવી) માટે જાગૃત્ત બને અને પુરુષ નસબંધી (એનએસવી) નો વધુમાં વધુ પુરુષોને લાભ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.
ચાવંડ ખાતે યોજાયેલા કુટુંબ નિયોજન કેમ્પમાં ૬ એનએસવી ઓપરેશન થયા

Recent Comments