ભાવનગર

61 શિક્ષકોની 11મી ઓક્ટોબરે થશે ભાવવંદના



આગામી 11મી ઓક્ટોબરના રોજ ગુજરાતની વિવિધ સંસ્થાઓ દ્વારા આ દિવસને” શિક્ષક ભાવવંદના દિવસ “તરીકે ઉજવણી કરવામાં આવશે. શીખવે તે શિક્ષકની વ્યાખ્યામાં આવતાં કોઈપણ શિક્ષકો પ્રવૃત કે નિવૃતની પણ શિક્ષક ભાવવંદના કરીને શિક્ષકસન્માનથી રાષ્ટ્રનિર્માણમાં આહુતિ આપવાનું સમર્પિત કાર્ય થશે. રાજ્યભરના 61 શિક્ષકોનુ સન્માનપુજન કરાશે.શિક્ષણના સાર્વત્રિક રીતે થઈ રહેલાં ઊર્ધ્વમૂલન પછી ઉદિપક બનવામા આ પગલું દીપજ્યોતિ રુપ દિશાદર્શક બનશે.   

                     જે શિક્ષકોને કોઈ પ્રતિષ્ઠિત સરકાર કે સંસ્થાકિય પુરસ્કાર ન મળ્યો હોય તેઓ તેમની વિગતો નામ,સરનામું,સંપર્ક નંબર અને પ્રવૃત્તિઓ, પોતાના પાસપોર્ટ ફોટોગ્રાફ સાથે એક અઠવાડિયા આગામી 3 ઓક્ટોબર પહેલાં કુરિયરથી નીચેનાં સરનામે મોકલી શકશે.મુ ગારીયાધાર તખુભાઈ સાંડસુર C/O અંજની કુરિયર ગાંધી ચોક જિ ભાવનગર મોં.9427560366 પર મોકલી આપશે.

Related Posts