બાબરા તાલુકા ના ઉટવડ ખાતે સમસ્ત ભાતિયા પરિવાર ના કુળદેવી શ્રી બુટભવાની મંદિર ના ૨૫ માં પ્રતિષ્ઠા મહોત્સવ માં સામાજિક સંવાદિતા ના દર્શનીય નજરા વચ્ચે ૬૧ પાટલા મહાયજ્ઞ નારાયણ વૈદિક મંત્રોચ્ચાર ની ધ્વનિ વચ્ચે વ્યસન મુક્તિ વૃક્ષારોપણ ની પ્રતિજ્ઞા દાણા હથેળી માં નહિ પણ પેટી માં જોવો નો સંદેશ આપતા વડીલો સામાજિક મેળવડા વચ્ચે મૂકવું હોય તો વ્યસન રૂપી દુષણ ની આહુતિ આપો યુવાનો ને માર્મિક ટકોર સાથે હદય સ્પર્શી સંદેશ આપતા વરિષ્ઠ પરિજનો ફરજિયાત શિક્ષણ નિધિ આપતા રહો જેવા સુભચિતો આપતા સમસ્ત ભાતિયા પરિવાર ના કુળદેવી શ્રી બુટભવાની મંદિર પરિસર માં યજ્ઞ નારાયણ ના દર્શન પૂજન અર્ચન માટે સમસ્ત ઉટવડ ગામે ધર્મ ઉલ્લાસ થી જોડાતા ગ્રામજનો એ પોતા નો અંગત પ્રસંગ જેમ સેવા સમર્પણ અને સામાજિક સંવાદિતા ના દર્શન કરાવ્યા હતા
શિક્ષણ સેવા અભિયાન ના હિમાયતી શાંતિ ભાતિયા એ જણાવ્યું હતું કે “ડુંગરા વાળી માં નહિ ઉંમરા વાળી માં ને પુજો ડુંગરા વાળી માં આપો આપ રાજી થશે”
સમસ્ત ભાતિયા પરિજનો ની રાજ્ય ના અર્બન સુરત અમદાવાદ ભાવનગર દામનગર સહિત અનેક રૂરલ લીમડા જલાલપુર ખાંભડા ભંમરિયા રેવા તાજપર લાઠી બાબરા નવાણિયા આટકોટ ગળકોટડી વાળુંકડ સમઠીયાળા ખાખરીયા સહિત ના વિસ્તારો માંથી સામુહિક હાજરી વચ્ચે હેમાંદ્વિ પ્રયાગ યજ્ઞ યોજાયો હતો સમસ્ત ભાતિયા પરિવાર ની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે વડીલો નો શીખ આપતો સંદેશ અણ હક્ક નું લેવું નહિ કરજ થાય તેવા કાર્ય ન કરવા જેવી અનેક માર્મિક ટકોર સાથે ગદગદિત કરતી માનવ મેદની વચ્ચે દિવ્ય ૨૫ મો પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી માં સમસ્ત ભાતિયા પરિજનો ની ઉપસ્થિતિ જોવા મળી હતી સાત્વિકતા ના સંદેશ નું આચરણ કરતા સમસ્ત ભાતિયા પરિજનો ની સામુહિક હાજરી વચ્ચે કુળદેવી શ્રી બુટભવાની મંદિર ના ૨૫ માં પ્રતિષ્ઠા મહોત્સવ ના પ્રત્યક્ષ દર્શી બનતા અનેક કુટુંબ પરિવારો સગા સ્નેહી ઓએ સમસ્ત ભાતિયા પરિવાર ની એકયતા ભાતૃપ્રેમ ની સરાહના કરી ખુશ ખુશી વ્યક્ત કરી દિવ્ય અને ભવ્ય બુટભવાની માતાજી ના મંદિર ના ૨૫ માં પ્રતિષ્ઠા મહોત્સવ ની સિલ્વર જ્યુબિલી વર્ષ ને યાદગાર રીતે ધર્મ ઉલ્લાસ થી ઉજવણી સંપન્ન થઈ હતી
















Recent Comments