fbpx
અમરેલી

પાલિકા પ્રમુખ નારોલા ની અધ્યક્ષતા માં શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કૂલ નો ૬૫ મો સ્થાપના દિન ૧૯૯૩/૯૪ ની બેન્ચ દ્વારા ભવ્ય ઉજવણી

દામનગર શહેર માં શેક્ષણિક જગત ની શાન ગણાતી પાલિકા સંચાલિત શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ નો સ્થાપના દિવસ પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા ની અધ્યક્ષતા માં ઉજવાયો વર્ષ સને ૧૯૬૦ માં શેઠ શ્રી મુલજીભાઈ છગનભાઈ મહેતા પરિવાર દ્વારા નિર્માણ હાઇસ્કૂલ નો પ્રારંભ રાજ્ય પ્રથમ મુખ્ય મંત્રી ડો જીવરાજ મહેતા દ્વારા કરાયો હતો પાલિકા સંચાલિત શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ની પાંચ ડિસેમ્બર સને ૧૯૬૦ થી અસંખ્ય વિદ્યાર્થી ઓથી લઈ શ્રેષ્ટ અધિકારી  આદર્શ નાગરિકો આપ્યા છે જે સમગ્ર રાજ્ય થી રાષ્ટ્રીય સ્તરે  વિવિધ સેવા પ્રદાન માં અદબ થી યાદ કરાય છે આ શેક્ષણિક સંસ્થા નો સ્થાપના દિવસ વર્ષ ૧૯૯૩/૯૪ ની બેન્ચ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી શાસ્ત્રીજી મહેશભાઈ પંડ્યા.અશ્વીનભાઈ લાઠીગરા.કોશિકભાઈ બોરીચા.જયેશભાઈ જોષી. મનિષભાઈ મોટાણી. લતાબેન ગોહિલ.શીમાબેન વસાણી.મુર્તુજા માંકડા સહિત અસંખ્ય  વર્ષ સને ૧૯૯૩/૯૪ ની બેન્ચ માં વિદ્યાર્થી ઓ ઉપરાંત સમગ્ર શાળા પરિવાર સ્ટાફ પ્રિન્સિપાલ પ્રોફેસરોશ્રી  ઓ તત્કાલીન પ્રોફેસર શ્રી વી બી ચૌહાણ સાહેબ બોરડ સાહેબ સુતરિયા સાહેબ મનોજભાઈ રાજ્યગુરુ  શલેશભાઈ મહેતા પાર્થશભાઈ ત્રિવેદી સહિત શિક્ષણ સમિતિ ના ચેરમેન ધુવભાઈ ભટ્ટ પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા સહિત ની ઉપસ્થિતિ માં રંગારંગ ઉજવણી કરાય હતી ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ દ્વારા ગુરુજનો નું પૂજન કરાયું હતું  “સા વિદ્યા યા  વિમુક્તયે” ના સૂત્ર ને સાર્થક કરતા તત્કાલીન શિક્ષકો ને યાદ કરી ને વિદ્યાર્થી ઓ એ ખાસ આમંત્રિત કરી ઉપસ્થિત રાખ્યા હતા ગદગદિત કરતી ગરીમાં સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓએ પૂર્વ શિક્ષક શ્રી ઓનું સન્માન કર્યું હતું ૬૫ માં સ્થાપના દીને ગાય ના ધી થી ૬૫ દીપ પ્રજ્વલિત કર્યા હતા 

Follow Me:

Related Posts