અમરેલી

અમરેલી સ્થિત તુન્ની વિદ્યામંદિર ખાતે ૬૯-SGFI રાજ્યકક્ષા ખો-ખો (બહેનો) સ્પર્ધા યોજાઈ

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા તુન્ની વિદ્યામંદિર જેશીંગપરા અમરેલી ખાતે ૬૯ અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષા ખો-ખો અં-૧૭, અં-૧૯, અં-૧૪ (બહેનો) સ્પર્ધાનું આયોજન તા. ૧૧.૧૦.૨૦૨૫ થી ૧૭.૧૦.૨૦૨૫ સુધી કરવામાં આવ્યુ હતુ. જેમાં ગુજરાતના જિલ્લા અને મહાનગરપાલિકામાંથી ખેલાડીઓ પોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું.

ગત તા. ૧૧.૧૦.૨૦૨૫ના રોજ ઉદ્ઘાટન સમારોહમાં વિધાનસભાના તત્કાલીન નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તા. ૧૨.૧૦.૨૦૨૫૬ના રોજ અં-૧૭ (બહેનો) સ્પર્ધામાં કુલ ૩૯ ટીમ ખેલાડીઓ પોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માાટે આવ્યા હતા. જેમાં ધારી બગસરા ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત તા. ૧૩.૧૦.૨૦૨૫ના રોજ અં-૧૯ (બહેનો) સ્પર્ધામાં કુલ ૩૬ ટીમ ખેલાડીઓ પોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યુ હતુ. જેમાં સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા. તા. ૧૫.૧૦.૨૦૨૫ના રોજ અં-૧૪ (બહેનો) સ્પર્ધામાં કુલ ૩૯ ટીમ ખેલાડીઓએ પોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

તા. ૧૧.૧૦.૨૦૨૫ થી ૧૭.૧૦.૨૦૨૫ સુધી સ્પર્ધા દરમિયાન ઉદ્ઘાટન પ્રસંગે અમરેલી નગરપાલિકા પ્રમુખશ્રી બિપીનભાઈ લીંબાણી, અમરેલી જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખશ્રી મિયાણી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મનહરસિંહ ગોહિલ, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી પુનમબેન ફૂમકીયા સહિત પદાધિકારીશ્રી, અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts