રાષ્ટ્રીય

આર્જેન્ટિના અને ચિલીમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

દક્ષિણ અમેરિકાના બે મુખ્ય દેશોમાં ભયંકર ભૂકંપના આંચકા અનુભવાયા, આર્જેન્ટિના અને ચિલીમાં ભૂકંપના જોરદાર આંચકા આવ્યા હતા. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.4 માપવામાં આવી હતી. આ ભૂકંપ દરિયાની અંદર આવ્યો હતો, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ હલનચલન અનુભવાઈ હતી.દેશના દક્ષિણ છેડાની નજીક રહેતા લોકોને તેમના વિસ્તારો ખાલી કરીને સુરક્ષિત સ્થળોએ જવા માટે કહેવામાં આવ્યું છે.

USGS એ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર આર્જેન્ટિનાના ઉશુઆયા શહેરથી 219 કિલોમીટર (173 માઇલ) દક્ષિણમાં સમુદ્રની નીચે હતું. ભૂકંપના જોરદાર આંચકા સાથે, લોકો પોતાના ઘર છોડીને ખાલી જગ્યાઓ તરફ દોડવા લાગ્યા. હાલમાં કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી. સ્થાનિક મીડિયા અનુસાર, ચિલીના પુન્ટા એરેનાસ અને આર્જેન્ટિનાના રિયો ગેલેગોસ શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

USGS એ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર આર્જેન્ટિનાના ઉશુઆયા શહેરથી 219 કિલોમીટર (173 માઇલ) દક્ષિણમાં સમુદ્રની નીચે હતું. ભૂકંપના જોરદાર આંચકા સાથે, લોકો પોતાના ઘર છોડીને ખાલી જગ્યાઓ તરફ દોડવા લાગ્યા. હાલમાં કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી. સ્થાનિક મીડિયા અનુસાર, ચિલીના પુન્ટા એરેનાસ અને આર્જેન્ટિનાના રિયો ગેલેગોસ શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

મેગાલેનેસ ચિલીનો સૌથી મોટો અને દક્ષિણનો પ્રદેશ છે, અને તેની વસ્તી સૌથી ઓછી છે. સરકારી આંકડા મુજબ, 2017 માં તેની કુલ વસ્તી લગભગ 1 લાખ 66 હજાર હતી. ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે કહ્યું કે દેશ પાસે ભૂકંપનો સામનો કરવા માટે તમામ સંસાધનો ઉપલબ્ધ છે.

Related Posts