અમરેલી

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૬૧ નવા આવાસોમાટે ₹૭.૫૬ કરોડની નેમંજૂરી

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ સાવરકુંડલા શહેર માટે કુલ ૧૬૧ આવાસોને
મંજૂરી આપવામાં આવી છે. આ નવા આવાસો ગરીબ પરિવારોને ઘરનું ઘર પૂરું
પાડવાના સ્વપ્નને સાકાર કરશે.
ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રીશ્રીએ સાવરકુંડલાના ગરીબ અને
જરૂરિયાતમંદ પરિવારો માટે ઘરની સુવિધા પૂરી પાડીને સંવેદનશીલતા દાખવી છે. આ
નિર્ણયથી અનેક પરિવારોના જીવનમાં ખુશી આવશે અને તેમને સુરક્ષિત આશ્રય મળશે.”

આ યોજના હેઠળ, શહેરના ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને રહેઠાણ
માટેની સુવિધા મળશે, જે તેમના જીવનધોરણને સુધારવામાં મદદ કરશે. આ પ્રોજેક્ટ
ઝડપી અમલીકરણ માટે પણ કાર્યકારી તંત્ર સક્રિય બન્યું છે.
આ યોજના હેઠળ, રાજ્ય સરકારે ફેઝ-૧માં ૧૦૫ આવાસ અને ફેઝ-૨માં ૫૬ આવાસ,
એમ કુલ ૧૬૧ આવાસો માટે ₹૭.૫૬ કરોડની રકમ મંજૂર કરી છે.તે બદલમાનનીય
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ આભાર માન્યો
હતો

Related Posts