70 લાખના ખર્ચે કુંકાવાવ તાલુકાના રામપુર ગામનો એપ્રોચ રોડ મંજૂર કરાવતા અમરેલીના ધારાસભ્ય દંડક કૌશિક વેકરીયા
70 લાખના ખર્ચે કુંકાવાવ તાલુકાના રામપુર ગામનો એપ્રોચ રોડ મંજૂર કરાવતા અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરીયા અમરેલી શહેર અને જિલ્લાના વિકાસકામોમાં છેલ્લા એક વર્ષ કરતા વધું સમયથી રીતસર તેજી ફૂંકાઈ હોય એમ લાગી રહ્યું છે. અમરેલીના યુવાન ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા જે રીતે વિકાસકામો મંજૂર કરાવી લાવી રહ્યા છે એવું અગાઉ ક્યારેય બન્યું નહોતું. આજે અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાને વધુ એક વિકાસકામની ભેટ મળી છે.રૂપિયા 70 લાખના ખર્ચે કુંકાવાવ તાલુકાના રામપુરા ગામનો એપ્રોચ રોડ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે.આ કામ મંજૂર કરવા માટે કૌશિક વેકરિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અંગત રસ લઈ ભલામણ કરી હતી. જેને મુખ્યમંત્રીએ મંજૂરી આપતા હવે આ કામ ટૂંક સમયમાં ચાલું કરી પૂર્ણ કરવામાં આવશે. આ કામ મંજૂર કરવા માટે કૌશિક વેકરિયાએ પ્રજાજનો વતી મુખ્યમંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.
Recent Comments