fbpx
રાષ્ટ્રીય

72મા જન્મદિવસે PM નરેન્દ્ર મોદી રહેશે વ્યસ્ત, જાણો શું છે તેમનો આજનો પ્રોગ્રામ 

SCO સમિટમાં હાજરી આપીને સમરકંદથી પરત ફર્યાના એક દિવસ પછી જ એટલે કે આજે 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 72મો જન્મદિવસ છે અને આજે તેઓ આખો દિવસ વ્યસ્ત દિવસ હશે કારણ કે તેઓ ચાર મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.

સરકારી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, દિવસ દરમિયાન તેમના ભાષણોમાં વન્યજીવન અને પર્યાવરણ, મહિલા સશક્તિકરણ, કૌશલ્ય અને યુવા વિકાસ અને આગામી પેઢીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિવિધ ક્ષેત્રોને આવરી લેવામાં આવશે.

સૌથી પહેલા તેઓ ચિત્તાઓના ભારત આવવાના ઐતિહાસિક અવસર પર રાષ્ટ્રને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ મધ્યપ્રદેશમાં મહિલા સ્વસહાય જૂથોના સંમેલનમાં ભાષણ આપશે. એ પછી, તેઓ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ITIs ના વિદ્યાર્થીઓના દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધશે. 

તેઓ નેશનલ લોજિસ્ટિક્સ પોલિસીના લોન્ચ સાથે તેમની જાહેર વ્યસ્તતાઓને પૂર્ણ કરશે. આ ચાર કાર્યક્રમોમાંથી બે કાર્યક્રમો તેમના જન્મદિવસને વધુ ખાસ બનાવે છે. કારણ કે વર્ષો પહેલા લુપ્ત થયેલ શિકારી પ્રાણી ચિત્તાનો આજથી ભારતીય વન્યજીવનમાં પુનઃપ્રસાર શરુ થશે.

નામિબિયાથી ભારતમાં ચિત્તાના પુનઃ પરિચયને આ દાયકામાં વન્યજીવન માટે સૌથી મોટી ઘટના તરીકે જોવામાં આવે છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, ‘અમે ટાઇગર સ્ટેટ હતા, લેપર્ડ સ્ટેટ હતા અને હવે ફરીથી ચિત્તા સ્ટેટ બની રહયા છીએ. અમે 20 વર્ષ પહેલાં કુનો નેશનલ પાર્ક તૈયાર કર્યો હતો. અહીંથી ગામડાઓ હટાવ્યા હતા, જેથી વન્યજીવોનો વિકાસ થાય અને ગ્રામજનો સુરક્ષિત રહે. આ સપનાઓ હવે સાકાર થઈ રહયા છે. આ દાયકામાં વન્યજીવન માટે આ સૌથી મોટી ઘટના હશે.’

મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં જ્યારે નામિબિયાથી લાવવામાં આવી રહેલા ચિત્તાઓને છોડવામાં આવશે ત્યારે પીએમ મોદી ત્યાં હાજર રહેશે. આ પ્રાણીઓને નામિબિયાથી વિશેષ ચાર્ટર્ડ કાર્ગો પ્લેન બોઈંગ 747 દ્વારા દેશમાં લાવવામાં આવ્યા છે.

ચિત્તા પ્રોજેક્ટના વડા અને સભ્ય સચિવ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) એસ પી યાદવે જણાવ્યું હતું કે પીએમ બે ચિત્તાને વાડા નંબર એકમાંથી છોડશે અને તે પછી બીજા વાડાથી લગભગ 70 મીટર દૂર, પીએમ બીજી ચિત્તા છોડશે. બાકીના ચિત્તાઓને તેમના માટે બનાવવામાં આવેલા તેમના સંબંધિત ક્વોરેન્ટાઇન વિસ્તારોમાં છોડવામાં આવશે.

પીએમ બન્યા બાદ 2014માં મોદી તેમના 64મા જન્મદિવસની ઉજવણી માટે તેમની માતા હીરાબાને મળવા અમદાવાદ પહોંચ્યા હતા. તેમણે ગુજરાતમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ માટે વિશેષ રાત્રિભોજનનું આયોજન કર્યું હતું

Follow Me:

Related Posts