લીલીયા તાલુકા ના પ્રસિદ્ધ શ્રી અંટાળીયા મહાદેવ ખાતે નેત્રયજ્ઞ માં 75 વ્યક્તિ ઓએ લાભ લીધો 30 મોતિયાના ઓપરેશન માટે સુદર્શન નેત્રાલયમાં અમરેલી લઈ જવાયા શ્રી અંટાળેશ્વર મહાદેવ રામજી મંદિર ટ્રસ્ટ નેત્રયજ્ઞ માનવતાની જ્યોત દર માસના પહેલા રવિવારે સમય સવારે 9:00 થી 12 બપોર સુધી છેલ્લા ઘણા સમયથી ચાલતા આ નેત્ર યજ્ઞના સૌજન્ય જેન્તીભાઈ વીરજીભાઈ બાબરીયા એકલારા હાલ સુરત અને ધનજીભાઈ જસમતભાઈ રાખોલીયા ભગત હાલ સુરત ના સહયોગથી અસંખ્ય લોકોના નેત્ર સુરક્ષા માટે આ ભગીરથ પ્રયાસમાં સુરત યોગ્ય લોક દ્રષ્ટિ ચક્ષુબેક. ઉપપ્રમુખ દિનેશભાઈ જોગાણી વિરપુર દ્વારા અને હરીપર ગામના સ્વયંસેવક ની ટીમ વેકરીયા કાળુભાઈ અને ગામના ભાઈઓ શરૂઆતથી અત્યાર સુધી સતત સેવા આપે છે. પ્રચાર માટે વિઠ્ઠલભાઈ માંદલીયા ,ભુપતભાઈ કનાલા,કાનજીભાઈ અંટાલીયા રામપર અને સમગ્ર ટ્રસ્ટી રાષ્ટ્રીય મંડળ આ યજ્ઞમાં સહયોગી રહે છે. અંટાલીયા મહાદેવ ગામ લાઠી લીલીયા રોડ પર તેની આજુબાજુના અમરેલી સાવરકુંડલા, લાઠી, લીલીયા , દામનગર, ગારીયાધાર ના તાલુકાના ગામોમાંથી દર્દીઓ નિદાન માટે આવે છે .આ નેત્ર યજ્ઞમાં નેત્ર નિદાન બાદ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્ય નજીક દૂરના ચશ્મા આંખના રોગો માટે દવા ટીપા તેમજ મોતિયાના ઓપરેશન માટે અમરેલી સુદર્શન નેત્રાલય એન. પી. સી. બી અને વી ,આઈ ના સહયોગથી ઓપરેશન નેત્રમણી મૂકીને કરી આપવામાં આવે છે તેમજ નેત્ર પ્રત્યારોપણ માટે નિદાન કરી કરી સુરતની ના સહયોગ ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા ના માર્ગદર્શન ફરી દ્રષ્ટિ વાન બનાવવા માટે સેવા આપવામાં આવે છે આ પંથકમાં નેત્ર સુરક્ષા માટે એક આશીર્વાદ રૂપ કાર્ય દાતાઓની સખાવત થી થઈ રહ્યું છે. તો દરેક વ્યક્તિને આ નેત્ર સુરક્ષા અભિયાનમાં સહભાગી બની નેત્ર સૈનિક રૂપે ફરજ બજાવે અને જરૂરિયાત મંદ લોકોને આ સુવિધા નો લાભ મળી રહે તે માટે સહયોગી બનવા પ્રમુખશ્રી નાનુભાઈ વેકરીયા અપીલ કરે છે.તો સર્વ જ્ઞાતિજનોને આ સુવિધા નો લાભ લેવા અનુરોધ
શ્રી અંટાળીયા મહાદેવ ખાતે નેત્રયજ્ઞ માં 75 વ્યક્તિ ઓએ લાભ લીધો 30 મોતિયાના ઓપરેશન માટે સુદર્શન નેત્રાલયમાં અમરેલી કરાશે


















Recent Comments