અમરેલી

હાવતડ ગામમાં સાંસદ ભરતભાઈ સુતરીયાના વરદહસ્તે 77 મો  પ્રજાસત્તાક દિન ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

અમરેલીના લાઠી તાલુકાના હાવતડ ગામમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાના વરદ હસ્તે 77 મો  પ્રજાસત્તાક દિન ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. 

શ્રી હાવતડ પ્રાથમિક શાળા ખાતે અમરેલી લોકસભા સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. દીકરીની સલામ દેશને નામ અંતર્ગત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે તેમજ નવા પંચાયત ઘરનું ખાતમુહૂર્ત પણ સાંસદ શ્રી દ્વારા કરવામાં આવ્યું. 77 માં પ્રજાસત્તાક પર્વમાં સરપંચ શ્રી દ્વારા સાંસદશ્રીનું સન્માન કરવામાં આવ્યું તેમજ સીસીટીવીના દાતાશ્રી દેવાણી બાબુભાઈ જેરામભાઈ  વતી  હાજર રહેલ તેમના પ્રતિનિધિ ગોવિંદભાઈનું પણ સાંસદશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું. તેમજ શાળાના બાળકોને વિવિધ ઇનામો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા તથા  ગામના સરપંચ શ્રી મધુબેન રઘુભાઈ ડાંગર તથા શાળાના આચાર્યશ્રી શૈલેષભાઈ જોટંગીયા તથા શિક્ષકો તલાટી કમ મંત્રી રેખાબેન , આંગણવાડી કાર્યકર, આશા વર્કર  વગેરેનું સાંસદ શ્રી દ્વારા પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું. બાળકો દ્વારા વિવિધ દેશભક્તિ કાર્યક્રમો રજૂ થયા. 

આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રીમતી મધુબેન રઘુભાઈ ડાંગર તથા એસએમસી કમિટીના સભ્યશ્રીઓ તથા પંચાયતના સભ્યશ્રીઓ, ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

Related Posts