અમરેલી, તા. 6 જુલાઈ 2025 – રોટરેક્ટ ક્લબ ઓફ અમરેલી ગીરની 7મી સ્થાપન વિધિ “નવચેતના” ભવ્ય રીતે અમરેલી શહેરના ધ ગ્રાન્ડ સૂર્યા ગાર્ડન & રેસ્ટોરન્ટ ખાતે યોજાઈ હતી. નવા રોટરેક્ટ વર્ષ 2025-26 માટે નવા પદાધિકારીઓનો collar handover તથા શપથવિધિ કાર્યક્રમ ખૂબ જ હર્ષ ઉલ્લાસભેર સંપન્ન થયો હતો.
આ કાર્યક્રમમાં વિવિધ રોટરી પરિવારોના મહાનુભાવો સહિત DRR રોટ. રુચિત મેહતા , DSG રોટ. હર્ષ શાહ, ZRR રોટ. રોહન જોશી તેમજ ઘણા ગણમાન્ય મહેમાનોની ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં પદવિગ્રહણ કર્યા પછી નવા પ્રમુખ રોટ. પ્રિયંક પંડ્યાએ પોતાના અભિગમ અને વર્ષ દરમિયાનના સંકલ્પો પર પ્રકાશ પાડ્યો.
ક્લબના નવા સચિવ તરીકે રોટ. રોનક ભાલોડિયાએ પણ પોતાના વિચારો રજૂ કર્યા. જૂના પ્રમુખ રોટ. ધર્મરાજસિંહ સરવૈયા અને જૂના સચિવ રોટ. જતીન મહેતા તરફથી નવા લીડરોને શુભેચ્છા પાઠવવામાં આવી.
આ કાર્યક્રમમાં જુદા-જુદા પ્રતિનિધિ રોટરેક્ટ ક્લબ્સના સભ્યો, પૂર્વ પદાધિકારીઓ, ક્લબના સભ્યો તથા એમના પરિવારજનોની ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોટ. નીધી દેસાઈ અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં અમરેલીજિલ્લાનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગુજરાત નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકારીયા એ આ કાર્યક્રમ માં હાજરી આપીને કાર્યક્રમનીની શોભા મા અભિવૃદ્ધિ કરી હતી.
આ ઉજવણી “નવચેતના” થી ઉત્સાહ અને સેવાભાવના સાથે નવા કાર્ય વર્ષની શરૂઆતના સંકેત રૂપે રહી.
Recent Comments