8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કેમ મનાવવામાં આવે છે? તેની પાછળ શું છે કારણ
વિશ્વભરમાં દર વર્ષે 8 માર્ચે મહિલા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ મહિલાઓની સિદ્ધિને સમર્પિત છે. મહિલાઓને માન-સમ્માન આપવા માટે દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવે છે.
દર વર્ષે મહિલા દિવસ કોઇને કોઇ થીમ પર આધારિત હોય છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022ની થીમ જેંડર ઇક્વાલિટી ટુડે ફોર એ સસ્ટેનેબલ ટુમોરો એટલે કે મજબૂત ભવિષ્ય માટે લૈગિક સમાનતા જરૂરી છે.
મહિલાઓ આપણા જીવનમાં કેટલાક મહત્વના રોલ નીભાવે છે. ક્યારેક માતાના રૂપમાં તો ક્યારેક બહેનના રૂપમાં તો ક્યારેક એક પત્નીના રૂપમાં. આ દિવસ દુનિયાભરમાં મહિલાઓના જીવનમાં સુધાર લાવવા, તેમની જાગૃતિ વધારવા જેવા કેટલાક વિષયો પર ભાર આપે છે પરંતુ શું તમે જાણો છો કે દર વર્ષે 8 માર્ચે જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કેમ મનાવવામાં આવે છે?
જાણો આ દિવસનો ઇતિહાસ
1908માં થઇ હતી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત
આંતરરાષ્ટ્રી મહિલા દિવસની શરૂઆત એક આંદોલનના રૂપમાં થઇ હતી. આજથી આશરે 113 વર્ષ પહેલા વર્ષ 1908માં તેની શરૂઆત થઇ હતી, જ્યારે અમેરિકાના શહેર ન્યૂયોર્કમાં આશરે 15 હજાર મહિલાઓ રેલી કાઢીને નોકરીમાં ઓછા કલાક, સારા પગાર અને વોટિંગના અધિકારની માંગ કરી રહી હતી.
સૌથી પહેલા 28 ફેબ્રુઆરી 1909માં મનાવવામાં આવ્યો મહિલા દિવસ
સૌથી પહેલા અમેરિકામાં સોશલિસ્ટ પાર્ટીના આહવાન પર આ દિવસને 28 ફેબ્રુઆરી, 1909માં મનાવવામાં આવ્યો હતો. બાદમાં 1910માં સોશલિસ્ટ ઇન્ટરનેશનલ કોપેનહેગન સમ્મેલનમાં તેને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો. મહિલાઓને આ આંદોલનમાં સફળતા મળી અને એક વર્ષ બાદ જ સોશલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ આ દિવસને રાષ્ટ્રીય મહિલા દિવસ જાહેર કરી દીધુ જે બાદ તેની શરૂઆત થઇ હતી.
8 માર્ચે જ કેમ મનાવવામાં આવે છે મહિલા દિવસ?
રશિયાની મહિલાઓએ બ્રેડ એન્ડ પીસની માંગને લઇને 1917માં હડતાળ કરી હતી. આ હડતાળ ફેબ્રુઆરીના અંતિમ રવિવારે શરૂ થઇ હતી અને આ એક ઐતિહાસિક હડતાળ સાબિત થઇ હતી. જ્યારે રશિયાના જારે સત્તા છોડી ત્યારે ત્યાની વચગાળાની સરકારે મહિલાઓને વોટનો અધિકાર આપ્યો હતો.
જાણો મહત્વ?
આજના બદલતા સમય સાથે તેને મનાવવાની રીત પણ બદલાઇ ગઇ. આ દિવસને મનાવવાનો ઉદ્દેશ્ય મહિલાઓ પ્રત્યે સમ્માન અને તેમને સમાજમાં બરાબરીનો દરજ્જો અપાવવાનો છે. મહિલાઓને લઇને સમાજના લોકોને જાગૃત કરવા, મહિલાઓને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવા જેવી વસ્તુ પ્રત્યે તેમણે જાગૃત કરવા માટે દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે.
Recent Comments