પેલેડીયમ મોલ પાસે ફિલ્મી ઢબે હુમલો કરનાર ૮ આરોપીઓની ધરપકડ કરાઈ
અમદાવાદના પેલેડીયમ મોલ પાસે ફિલ્મી ઢબે હુમલો કરનારા ૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આ ઘટનામાં વિજય ભરવાડ અને તેમના મિત્રોએ હુમલો થતા ગંભીર દુશ્મનીના શિકાર બન્યા હતા. પોલીસે આ ઘટનાનો આલંબો લીધો અને મહારાષ્ટ્રમાં છુપાયેલા આરોપીઓને શોધી કાઢ્યા. અમદાવાદના મહત્વના એવા એસજી હાઈવે પર ખુલ્લી તવારો સાથે આતંક મચાવ્યાનો વીડિયો વાઈરલ થતા પોલીસ કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. પોલીસે વીડિયો સામે આવ્યા બાદ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. મહારાષ્ટ્રથી બે મળી કુલ આઠ આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.
ઝોન ૧ ડીસીપીના એલસીબી સ્ક્વોડ અને વસ્ત્રાપુર પોલીસની ટીમ દ્વારા સંયુક્ત તપાસ દરમિયાન આરોપીઓ મહારાષ્ટ્ર હોવાની જાણ થતાં પોલીસની ટીમ મહારાષ્ટ્ર પહોંચી હતી. જ્યાં મહારાષ્ટ્ર પોલીસની મદદથી સતારાની ચાલુ બસમાંથી પ્રિન્સ જાંગીડ,મિહિર દેસાઈ નામના આરોપીની ઓળખ કરીને બસ ઉભી રખાવી હતી. બસ ઉભી રાખીને પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં મુખ્ય આરોપી પ્રિન્સ,મિહિર સહિત ૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.આરોપીઓ બનાવના દિવસે જ ફરાર થઈ ગયા હતા. ઘટના મુજબ ૧૦મી જાન્યુઆરીની રાત્રે, વિજય ભરવાડ અને તેમના મિત્રો પેલેડીયમ મોલ નજીક ફોટોગ્રાફી કરી રહ્યા હતા, ત્યારે એક ફોર્ચ્યુંનર ગાડીમાં બેઠા કેટલાક લોકો હથિયારો સાથે આવીને તેમની પર હુમલો કર્યો. આ યુવકોમાં પ્રિન્સ અને મિહિર દેસાઈ નામના શખ્સો તલવાર ધરાવતા હતા. આરોપીઓએ જૂની અદાવતોને લઇને આ હુમલો કર્યો હતો, જેમાં તેમણે વિજય અને તેમના મિત્રો પર મારામારી કરી અને ધમકીઓ પણ આપી. આ મામલે વધુ તપાસ ચાલુ છે અને મુખ્ય આરોપીઓ સાથે અન્ય આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
Recent Comments